<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th July 2025

ખાડા-ફાયર સેફટી-કમ્‍પલીશન મુદ્‌ે કોંગ્રેસનું મનપામાં હલ્લાબોલ

ડેપ્‍યુટી મ્‍યુ.કમિશનરને આવેદન પાઠવી તુરંત લોકોની હાલાકી દુર કરવા રજુઆત રોડ રસ્‍તા,ફાયર એનઓસી સહિતની સમસ્‍યા ૧૦ દિ' માં ઉકેલવા વિપક્ષની માંગઃ ઉગ્ર કાર્યક્રમની ચીમકી

આક્રોશ... શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદિપસિંહ જાડેજાની આગેવાની શહેરમાં ખાડા, ફાયર સેફટી, કમ્‍પલીશન સહિતના વિવિધ પ્રશ્નોની સમસ્‍યા તાકિદે ઉકેલવા મ્‍યુનિ.કોર્પોરેશનના ડેપ્‍યુટી કમિશનર હર્ષદ પટેલને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. તે વખતની તસવીર (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ તા.રપઃ શહેરમાં ખાડા, ફાયર સેફ્‌ટી, ફલેટો અને મકાનના કમ્‍પલીશનમા લોકોને પડતી હાલાકી અંગે રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ ડો.રાજદિપસિંહ જાડેજાની આગેવાનીમાં મ્‍યુ.કમિ.ને આવેદન પાઠવ્‍યું હતું.

આવેદન મુજબ શહેરમાં વોર્ડ નંબર ૧ થી ૧૮ ખાસ કરીને શહેરના પોસ એરીયા અને છેવાડાના વિસ્‍તારોમાં લોકોને રસ્‍તા પરના ખાડા ના પગલે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અને મોટાભાગના રસ્‍તાઓ ભાંગીને ભૂકો થયા છે જે રસ્‍તાઓ ભાંગીને ભૂકો થયા છે તે ગેરેન્‍ટી પિરિયડમાં છે ત્‍યારે કોન્‍ટ્રાક્‍ટર પણ સામાન્‍ય દંડ કરેલ છે. જે રસ્‍તાઓ ભાંગીને ભૂકો થયા છે તેમાં કોન્‍ટ્રાક્‍ટરને બ્‍લેક લિસ્‍ટ કરવા જોઈએ. શહેરમાં નવા ડામર રોડ બનતા હોય તે સ્‍થળે કોન્‍ટ્રાક્‍ટરનું નામ અને મોબાઈલ નંબર દેખાતું સાઈન બોર્ડ લગાડવું જોઈએ જિલ્લા પંચાયતમાં આ સિસ્‍ટમ છે.

શહેરના છેવાડાના વિસ્‍તારમાં ગારો-કાદવ કિચડ અને ગંદકીનું સામ્રાજ્‍ય છે અને ખાડાઓના પગલે રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે. શહેરમાં કુંડી અને ગટરના ઢાંકણા તૂટેલા હોય તે તાત્‍કાલિક મરામત કરવી અને વરસાદી પાણી ભરાતું હોય તે જગ્‍યાએ અને શહેરના મુખ્‍ય રસ્‍તા ઉપર પડેલ ખાડાઓ માં તાત્‍કાલિક યોગ્‍ય મરામત થઈ નથી ખાડાઓ ના પગલે ભૂતકાળમાં અનેક શહેરીજનો ખાડાઓમાં પડયા હોવાની ઘટના મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના રેકોર્ડ પર પણ મૌજુદ છે.

ઉપરાંત શહેરની હાઇરાઇઝ બિલ્‍ડીંગો અને ફ્‌લેટ ધારકોમાં જ્‍યાં નિયમ મુજબ ફાયર સેફટી ના સાધનો ફિટ કરવામાં આવે છે તેમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કરવામાં આવ્‍યા હતો. અનેક આકરા નિયમો છે જેમાં મહદ અંશે છૂટછાટ મળવી જોઈએ. ફાયર સેફટીની કુલ કેટલી અરજીઓ આવી અને કુલ કેટલી અરજીઓ પેન્‍ડિંગ છે અને પેન્‍ડિંગ છે તો કયા કારણસર પેન્‍ડિંગ રાખવામાં આવી છે તેની સ્‍પષ્ટતા અરજદારોને તાત્‍કાલિક લેખિતમાં જાણ થવી જોઈએ. ફાયર સેફ્‌ટીનું એનઓસી આપવામાં ઘોર વિલંબ થઈ રહ્યો છે તેવી ફરિયાદો લોકોમાં પણ ઉઠવા પામી છે.

લોકોને કમ્‍પલીશન સર્ટી ન મળે ત્‍યાં સુધી ફલેટ અને મકાન ધારકોને લોન મળતી નથી. આ અંગે રાજકોટ મહાનગરપાલિકામાં કમ્‍પલીશન સર્ટી. દરેક વોર્ડમાં કેટલા બાકી છે અને કયા કારણોસર કોમ્‍પલીશન સર્ટી આપવામાં આવેલ નથી તેની અરજદાર કે તેના આર્કિટેકને જાણ કરી તાત્‍કાલિક આ બાબતે ઘટતું થવું જોઈએ.

અમારી જાણ મુજબ રાજકોટ મહાનગરપાલિકામાં, ફાયર બ્રિગેડ, બાંધકામ શાખામાં અને ટાઉન પ્‍લાનિંગ શાખામાં  શહેરીજનોને ભારે હાલાકી ભોગવવી પડે છે. દરેક ફાઈલો પર નોટિંગ થવું જોઈએ અને સમય મર્યાદામાં કામનો નિકાલ ન કરનાર અધિકારીઓ પર નિયમ મુજબ કડક કાર્યવાહી થવી જોઈએ.

રજુઆત સમયે ભૂપેન્‍દ્ર મારાવી (પ્રભારી સૌરાષ્‍ટ્ર ઝોન ) ડો. રાજદીપસિંહજી જાડેજા ( પ્રમુખ  રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ) વશરામભાઇ સાગઠિયા (વિપક્ષીનેતા મહાનગરપાલિકા) ઇન્‍દ્રનિલભાઈ રાજયગુરુ (પૂર્વ ધારાસભ્‍ય વિધાનસભા-૬૮) ડો. હેમાંગભાઈ વસાવડા (ઉપપ્રમુખ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ) જસવંતસિંહ ભટ્ટી (મહામંત્રી  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ) નરેન્‍દ્ર સોલંકી પ્રમુખ ગુજરાત કોંગ્રેસ NSUI, ગાયત્રીબા વાઘેલા પૂર્વ પ્રમુખ ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ,  અતુલ રાજાણી પૂર્વ પ્રમુખ શહેર કોંગ્રેસ સમિતિ,  આદિત્‍યસિહ ગોહિલ, ગોપાલભાઈ અનડકટ,                        સંજય અજુડિયા, વૈશાલીબેન શિંદે, પ્રમુખ ગુજરાત પ્રદેશ શક્‍તિ સુપર હરપાલસિંહ જાડેજા, બ્રિજરાજસિંહ રાણા (પ્રમુખ શ્રી યુવક કોંગ્રેસ, એનએસયુઆઈ મોરચો) પ્રમુખ એસસી સેલ શહેર કોંગ્રેસ નરેશભાઇ સાગઠિયા, પ્રમુખ  ચેરમેન એસ સી મોરચો              ઓબીસી ડિપાર્ટમેંટ, શક્‍તિ સુપર હાજર રહેલ હતા.

ઉપરાંત રાજકોટ શહેર કોંગ્રેસ આગેવાનો રહિમભાઈ સોરા, પ્રવીણભાઈ કાકડિયા, અજિતભાઈ વાંક, ગૌરવભાઈ પૂજારા, રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ ચંદ્રિકાબેન વરાણીયા, કિંજલ જોશી, બિંદિયાબેન તન્ના, પ્રતિમાબેન વ્‍યાસ, જશુભા વાંક, મનીષાબા વાળા, ભાવનાબેન વાઘેલા, નયનાબા જાડેજા, જયાબેન ટાંક, સલીમભાઈ કારીયાણી, ગીરીશભાઈ પટેલ, રાહુલ સોલંકી, રણજીતભાઈ મુંધવા, ગજેન્‍દ્રસિંહ ઝાલા, ગોવિંદભાઈ સભાયા, બીજલભાઇ ચાવડીયા, રાજુભાઈ આમરાણીયા, વિપુલ સાવલિયા, ઇબ્રાહીમ સોરા, કૌશિક દેવમુરારી, રાજુ ચાવડા, મિલિંદ પરમાર, માવજીભાઈ રાખસીયા, જગદીશભાઈ સાગઠીયા, પ્રફુલાબેન ચૌહાણ, અશોકભાઈ વાળા, અરવિંદભાઈ મુછડીયા, ગોવિંદભાઈ સભાયા, પ્રભાતભાઈ ડાંગર, બીજલભાઇ ચાવડીયા, સંજયભાઈ લાખાણી, રાહુલ સોલંકી, પ્રદીપભાઈ ડોડીયા, જયદીપભાઇ મયાત્રા, રઘુરામ, અનીષભાઈ જોશી, પ્રવીણ રોજાસરા, હીરાભાઈ પરમાર, નરેશભાઈ પરમાર, રાણાભાઇ સોલંકી, અમન ગોહિલ, રસિકભાઈ ભટ્ટ સહિતના કોંગ્રેસના આગેવાનો કાર્યકરો પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

(3:57 PM IST)