<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th July 2025

સર્જન કલાફાઉન્‍ડેશન અને રાષ્‍ટ્રીયશાળા દ્વારા નિઃશુલ્‍ક સર્વરોગ નિદાન કેમ્‍પન સંપન્ન : કુમકુમ ગ્રુપ દ્વારા તુલસીના રોપાનું વિતરણ

રાજકોટ : સર્જન કલાફાઉન્‍ડેશન અને રાષ્‍ટ્રીયશાળાના સંયુકત ઉપક્રમે તાજેતરમાં નિઃશુલક સર્વરોગ નિદાન કેમ્‍પનું આયોજન કરાયુ હતુ. સાથે આ કેમ્‍પ દરમિયાન કુમકુમ ગ્રુપના મનોજભાઇ પટેલ દ્વારા તુલસી રોપાનું વિનામુલ્‍યે વિતરણ કરાયુ હતુ. રાષ્‍ટ્રીયશાળાના મધ્‍યસ્‍થ ખંડમાં યોજાયેલ આ કેમ્‍પમાં મહામંડલેશ્વર ભરતદાસ ત્‍યાગીજી, દિનેશભાઇ પુજારી,  જાણીતા કથાકાર શંકર મહારાજ, રાષ્‍ટ્રીય શાળાના મેનેજીંગ ટ્રસ્‍ટી જીતુભાઇ ભટ્ટ, તખુભા રાઠોડ, સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળા, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન માંકડીયા, કોર્પોરેટર મિનાબા જાડેજા, શ્રીમતી કાંતાબેન વલ્લભભાઇ કથીરિયા, કાળુમામા, વિનુભાઇ પરમાર, અરૂણભાઇ નિર્મળ, વિજયભાઇ કારીયા સહીત અનેક અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. કેમ્‍પમાં ડોકટરો અને ચિકિત્‍સકોએ વિનામુલ્‍યે સેવા આપી હતી. ડાયાબીટીસ, બી.પી., કાસ્‍ય થેરાપી, રેકી પધ્‍ધતિ, સુઝોક થેરાપીની વિનામુલ્‍યે સેવા ઉપલબ્‍ધ કરાવાઇ હતી. હાડવૈદ્ય, દાંતના ડોકટરો, સેલસ હોસ્‍પિટલ, પ્‍લેક્ષસ હોસ્‍પિટલ તથા તેમનો સ્‍ટાફે સેવા આપી. હતી. સમગ્ર કેમ્‍પને સફળ બનાવવા સર્જન ફાઉન્‍ડેશનના પ્રમુખ સુરેશભાઇ પરમાર, રાષ્‍ટ્રીય શાળાના મેનેજીંગ ટ્રસ્‍ટી જીતુભાઇ ભટ્ટના માર્ગદર્શન હેઠળ રમાબેન હેરમા (પ્રમુખ સર્જન ફાઉન્‍ડેશન મહીલા કમીટી), દિપાબેન કાચા, દેવવ્‍યાનીબેન રાવલ, સીમાબેન અગ્રવાલ, ભાવનાબેન ચતવાણી, રસીદાબેન સીદી, દિવ્‍યાબેન રાઠોડ, વૃંદાબેન પટેલ, રજનીબેન ચાવડા, દિપ્‍તીબેન ખટ્ટર, અવનીબેન બગડાઇ, માલતીબેન જાની, જાનવીબેન લાખાણી, શિલ્‍પાબેન મહેતા, વાસવીબેન ભીલ, હેમંતસિંહ ડોડીયા, ગુણવંતભાઇ ભટ્ટ, વિજયભાઇ પંડયા, કપીલભાઇ ગજજર, ધવલભાઇ કાચા, નયનભાઇ પંચોલી, અશોકભાઇ જાદવ, આશાબેન ભટ્ટી, સુરેશભાઇ લાખાણી, ભાવેશભાઇ સાંગાણી, સુધીરભાઇ પોપટ, સંજયભાઇ ગઢવી, જગદેવસિંહ જાડેજા, વિપુલભાઇ ગણાત્રા, મીનાબેન શર્મા સહિત સંસ્‍થાના હોદેદારો અને રાષ્‍ટ્રીયશાળાના કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.

(3:58 PM IST)