<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th July 2025

ભારતીય સંસ્‍કૃતિની સૌરભ સાત સમંદર પારઃ યુગાન્‍ડાના જીંજામાં ગુરૂકુલ નિર્માણ

રાજકોટ ગુરૂકુલ સંસ્‍થાએ ૬૦ એકર ભૂમિમાં બનાવ્‍યું વિદ્યાધામઃ આફ્રિકાના વિદ્યાર્થીઓ શિક્ષણ સાથે સંસ્‍કાર મેળવશે

રાજકોટ તા. રપઃ આફ્રિકા ખંડના યુગાન્‍ડા દેશમાં ઝીંઝા શહેર ખાતે સ્‍વામિનારાયણ ગુરુકુલ રાજકોટની શાખાનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. ૧૯૪૮ માં શાસ્‍ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્‍વામીએ રાજકોટમાં પ્રથમ ગુરુકુલ શરૂ કરેલ. તાજેતરમાં રાજકોટ ગુરુકુલની ૬૫મી શાખાનું ગુરુવર્યશ્રી દેવકળષ્‍ણદાસજી સ્‍વામીના કરકમલો દ્વારા વસંત પંચમી તા. ૨ ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ ખાતમુહૂર્ત કરાયું હતું.

યોગાનુંયોગ ૨ ફેબ્રુઆરી ૧૮૩૫ નારોજ બ્રિટિશ પાર્લામેન્‍ટમાં ભારત માટે ઇંગ્‍લિશ એજ્‍યુકેશન એક્‍ટ ૧૮૩૫ ઘડાયો. ભારતમાં સદીઓથી ચાલતા હજારો ગુરુકુલોની  પરંપરા રાતોરાત બંધ કરવામાં આવી અને ઇંગ્‍લિશ સ્‍કૂલોનો પ્રારંભ થયો. આ એ જ દિવસે જ્‍યાં વર્ષો સુધી બ્રિટિશરાજ હતું એવા આફ્રિકા ખંડના યુગાન્‍ડા દેશમાં ગુરુકુળ પરંપરાનો શિલાન્‍યાસ કરવામાં આવ્‍યો. આ માત્ર સ્‍કૂલ કે છાત્રાલયનો શિલાન્‍યાસ નહોતો પરંતુ આપણી ગૌરવંતી ભારતીય વિરાસતનો શિલાન્‍યાસ હતો.

મૂળ અમરેલી જિલ્લાના ચલાલા ગામના મગનભાઈ મેઘજીભાઈ પટેલની કંપનીમાં cfo તરીફે ફરત બજાવતા સુરત ગુરુકુલના વિદ્યાર્થી પારસ ગજેરા પાંચ વર્ષ પહેલા આફ્રિકા ગયેલ. તેમને મગનભાઈએ એક વખત કહેલું કે પારસ, તારા જેવા સંસ્‍કારી ત્રણ વિદ્યાર્થીઓને અહીં બોલાવ, ત્રણ વિદ્યાર્થીને કંપનીમાં કાર્ય સોપ્‍યું. ફરી બીજી વખત મગનભાઈએ વધુ પાંચ વિદ્યાર્થીઓને બોલાવવાનું કહ્યું . આ રીતે બે ત્રણ વખત વિદ્યાર્થીઓને ભારતથી બોલાવવામાં આવ્‍યા.

એક દિવસ પારસભાઈને મનમાં ઠાકોરજીએ પ્રેરણા કરી. તેમને થયું કે હું ૨૦૦૬ થી ૨૦૧૦ સુધી ગુરુકુલમાં ફ્રીમાં ભણ્‍યો છું. તેથી મારે અહીં ગુરુકુલ કરાવીને ગુરુ ઋણમાંથી મુક્‍ત થવું છે.

અવસર મળતાં ગુરુકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી પારસભાઈએ મગનભાઈને કહ્યું કે સાહેબ, આવી રીતે ભારતથી ગુરુકુલના વિદ્યાર્થીઓને બોલાવો છો તો અહીં જ ગુરુકુલ કરોને !

અહીં ગુરુકુલ કરવાના કારણ દર્શાવતા ગુરુકુલના  ભૂતપૂર્વ વિદ્યાર્થી પારસભાઈએ મગનભાઈને સમજાવ્‍યું કે આપણા ઘણા ભારતીયો આફ્રિકામાં જુદી જુદી કંપનીઓમાં જોબ કરે છે પરંતુ સંતાનોને સારું શિક્ષણ મળતું નથી તેથી લાંબા સમય સુધી અહીં રહેવા પ્રિફર કરતા નથી. અને જે લોકોને નોકરી-ધંધા સેટ થઇ ગયા છે તેમને પણ આફ્રિકા પછાત દેશ હોવાથી  શિક્ષણ અને સ્‍વાસ્‍થ્‍ય સંબંધી સુવિધાઓ સારી ન મળતા લોકોના પરિવારો અહીં રહેવા ઇચ્‍છતા નથી. બીજું જેના પરિવારજનો ભારત હોય અને પોતે આફ્રિકા હોય તો પરિવાર તૂટતાં પણ વાર લગતી નથી. અહીં ગુરુકુલ થાય તો ભારતીયોને એક સારા શિક્ષણ સાથે સંસ્‍કાર તો મળશે જ પરંતુ આફ્રિકાની મૂળ પ્રજાને પણ તેનો લાભ મળશે. એ પ્રજા પણ સંસ્‍કારી બનશે.

 મગનભાઈને આ વાત ગમી. અનેકનું ભલું કરવાની ઈચ્‍છાવાળા મગનભાઈએ જીંજા શહેરમાં વિકટોરીયા સરોવરને કાંઠે ગુરુકુલ કરવા માટે ૬૦ એકર જમીન દાનમાં આપવાની પારસને વાત કરી.  વિદ્યાર્થી પારસે રાજકોટ ગુરુકુલથી ગુરુકુલના સંતો ગુરુવર્ય શ્રી દેવકળષ્‍ણદાસજી સ્‍વામી, મહંત સ્‍વામી શ્રી દેવપ્રસાદદાસજી સ્‍વામી આદિને તેડાવ્‍યા. જમીન બતાવી. સંતોએ પસંદ કરી તે જમીનની સોંપણી કરી.

‘ગુરૂવર્ય શ્રી દેવકળષ્‍ણદાસજી સ્‍વામીએ કહ્યું કે અહીં જીંજા શહેરમાં સૌ ભારતીયો ભેગા મળે, સહુ સાથે ભોજન લે એ માટે અહીંના સનાતન મંદિરમાં શ્રીમદ ભાગવતજીની કથાનું આયોજન કરીએ. શ્રી મગનભાઈએ કથાનું આયોજન કર્યું, સનાતન મંદિરના ૮૦ વર્ષના ઇતિહાસમાં આ પ્રથમ ભાગવતજીની કથા થઈ. કથા સાંભળવા આવતા ભારતીયો સમક્ષ શ્રી મગનભાઈએ અને સંતોએ ગુરુકુલ કરવાની વાત કરી. બધા ખૂબ રાજી થયા.

એજ્‍યુકેશનનું તો થયું પણ મગનભાઈ કહે સાથે લોકોના સ્‍વાસ્‍થ્‍યનું પણ કરવું જરૂરી છે. તે માટે તેમણે શહેરમાં ૯ કરોડની બે એકર જમીન પણ દાનમાં આપી. ત્‍યાં હોસ્‍પિટલનું નિર્માણ થશે. ઉપરાંત આધ્‍યાત્‍મિક શાંતિ માટે પોઈચા નીલકંઠધામ જેવું ધામ, રિક્રિએશનલ સેન્‍ટર બનાવવા શહેરથી દૂર કુદરતી વનરાઈ આચ્‍છાદિત વાતાવરણવાળી ૩ કરોડની ૯ નવ એકર જમીન પણ શ્રી મગનભાઈએ દાન આપી.

શ્રી શ્રુતિપ્રકાશદાસજી સ્‍વામીના જણાવ્‍યા અનુસાર જીંજા શહેર વિશ્વના સૌથી મોટા મીઠા પાણીના વિક્‍ટોરિયા સરોવરમાંથી નીકળતી વિશ્વની સૌથી લાંબી નાઇલ નદીનું ઉદગમ સ્‍થાન છે. જીંજા શહેર નાઇલ નદીના બંને કાંઠાઓ પર વસેલું છે. પ્રાકળતિક સૌંદર્ય તો આજે પણ ભગવાને આ દેશને એટલું અદભુત આપ્‍યું છે કે જ્‍યાં જુઓ ત્‍યાં હરિયાળી ! નાઇલ નદીનું અહીં ઉદગમ સ્‍થાન હોવાથી વિશ્વભરના પ્રવાસીઓ અહીં મુલાકાતે આવે છે.

 હાલમાં ગુરૂવર્ય શ્રી દેવકળષ્‍ણદાસજી સ્‍વામીની આજ્ઞાથી ગુરુકુલ નિર્માણનું કાર્ય પૂજ્‍ય શ્રી ભક્‍તિવલ્લભદાસજી સ્‍વામી, પૂજ્‍ય શ્રી સંતવલ્લભદાસજી સ્‍વામીના માર્ગદર્શન અનુસાર શ્રી નંદકિશોરદાસ સ્‍વામી, શ્રી ગુણવત્‍સલ સ્‍વામી તથા હરિભક્‍તો કરી રહ્યા છે.

અહીં ચાલતા બાંધકામ વગેરે સેવા કાર્ય અને નવીન વેશધારી સંતોને જોવા આજુબાજુનાં ગામડાના ગરીબ બાળકો ત્‍યાં આવે છે. તેમને જોઈને સંતોના હૃદય ભરાઈ જતા. સંતો પાસે જે કંઈ જમવાનું હોય તે એ બાળકોને આપે ત્‍યારે બાળકો ખુબ રાજી થાય છે.

આ બાળકોને જમવાનું પણ પૂરું મળતું ન હોય તો અંગો ઢાંકવા વસ્‍ત્રો તો કયાંથી મળે ? એમના ઉઘાડા શરીર જોઈને પૂજ્‍યશ્રી ભક્‍તિવલ્લભદાસજી સ્‍વામીને ખુબ દયા આવી. તેમણે આપણી ભારતમાં ચાલતી સંસ્‍થાઓમાં સંતોને વાત કરી કે જે વિદ્યાર્થીઓની પાસે વધારાના કપડા હોય, પહેરીને કંટાળી ગયા હો એવા કપડાં ભેગા કરી અહીં મોકલાવો તો અહીંના બાળકો એ પહેરીને ખુશ થશે. વિદ્યાર્થીઓએ પોતાના સારા વસ્‍ત્રો આફ્રિકાના બાળકો માટે દાનમાં આપ્‍યા. એ વષાો ત્‍યાં મોકલાશે અને ‘ગરીબોને તેનું વિતરણ થશે.

    વધુમાં શ્રળતિપ્રકાશદાસજી સ્‍વામીએ કહ્યું હતું કે આગામી ફેબ્રુઆરી માસથી અહીં શૈક્ષણિક સત્ર શરૂ થાય છે. ત્‍યારે હોસ્‍ટેલ સાથે ૬-૭- અને ૮ ધોરણમાં વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે.

(4:01 PM IST)