<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th July 2025

મુસાફરોને ટિકીટ નહિ આપતા ચાર કંડકટર ઝડપાયા : ફરજ મુકત

સીટી બસમાં ડેપ્‍યુટી કમિશનર મનીષ ગુરવાનીનું ઓચિંતુ ચેકીંગ ટિકીટ વગર મુસાફરી કરતા બે ખુદાબક્ષોને દંડ ફટકારાયો

રાજકોટ, તા. રપ :  શહેરમાં ચાલતી સીટી બસમાં ડેપ્‍યુટી કમિશનર મનીષ ગુરવાની દ્વારા  ચેકીંગ કરવામાં આવતા ટિકિટ આપવાની કામગીરીમાં અનિયમિતાના સબબ કુલચાર કંડકટરને ફરજ મુકત કરાયા તેમજ ટિકીટ વગર મુસાફરી કરતા બે પેસેન્‍જર પાસેથી પેનલ્‍ટીની વસુલાત કરવામાં આવી હતી. આ અંગે મનપાની સત્તાવાર  મહાનગરપાલિકાની હસ્‍તાંતરિત કંપની રાજકોટ રાજપથ લી. દ્વારા સીટી બસ તથા બી.આર.ટી.એસ. બસનું સંચાલન કરવામાં આવે છે. હાલ સી.એન.જી. અને ઇલેક્‍ટ્રિક બસ દ્વારા શહેરી પરિવહન સેવા પૂરી પાડવામાં આવી રહેલ છે.  મહાનગરપાલિકાના કમિશનર તુષાર સુમેરાની સુચના અને નાયબ મ્‍યુનિસિપલ કમિશનર મનીષ ગુરવાની ના માર્ગદર્શન હેઠળ રાજકોટ રાજપથ લિ. દ્વારા તા.૨૪ ગુરુવારનાં રોજ બસ ચેકીંગ માટેની ડ્રાઈવ યોજવામાં આવી, જેમાં ટીકીટ આપવાની કામગીરીમાં અનિયમિતતા સબબ પકડાયેલ કુલ ચાર કંડકટરોને ફરજ મુક્‍ત કરવામાં આવ્‍યા છે તથા ટીકીટ વગર મુસાફરી કરતા બે પેસેન્‍જર પાસેથી પેનલ્‍ટીની વસુલાત કરવામાં આવેલ છે.

વધુમાં સીટી બસ સેવાનું સંચાલન કરતી રાજકોટ રાજપથ લી.ની યાદીમાં જણાવ્‍યાનુંસાર બસમાં ટિકીટ લેવી તે મુસાફરીની પ્રાથમિક જવાબદારી છે અને વગર ટિકીટ મુસાફરી કરતા પકડાયેથી તેની સામે દંડનિય કાર્યવાહી થઈ શકે છે. આ ઉપરાંત ટિકીટ આપવા અંગે કંડકટર દ્વારા કોઈપણ પ્રકારની અનિયમીતતા ધ્‍યાને આવે તો મુસાફરો કોલ સેન્‍ટર નંબર ૧૫૫૩૦૪ પર ફરીયાદ કરી શકે છે. આ બન્ને બસ સેવાને વધુને વધુ લોકાભિમુખ બનાવવા તથા જાહેર પરિવહન સેવાનો વધુને વધુ ઉપયોગ કરી ટ્રાફિક અને પ્રદૂષણની સમસ્‍યાને હલ કરવા મદદરૂપ થવા શહેરીજનોને અનુરોધ કરવામાં આવેલ છે.

(4:14 PM IST)