News of Friday, 25th July 2025
કૈલાશ ગાંઠીયા-દેવ ફાસ્ટફુડમાંથી ૭૪ કિલો અખાદ્ય ખોરાક ઝડપાયોઃ નાશ
મનપાની ફુડ શાખા દ્વારા ૬ નમુના લેવાયાઃ મવડી વિસ્તારના ૮ ખાણી પીણીના ધંધાર્થીઓને લાઇસન્સ અંગે સુચના : યુનિ. રોડના કૈલાશ ગાંઠીયાની ર૮ કિલો ચટણીવાસી, પપૈયાના સંભારાનો નમુનો લેવાયોઃ નિર્મલા રોડના દેવ ફાસ્ટફુડમાંથી એકસપાયરી વિનાના બ્રેડ-પીઝા ૧પ કિલો, જીવાતવાળો લોટ-૧પ કિલો તથા વાસી પંજાબી ગ્રેવી, ચટણી, દાળનો ૧૪ કિલો જથ્થો પકડાયો, સેઝવાન ચટણીનું સેમ્પલ લેવાયું

રાજકોટ, તા.,૨૫: શહેરના લોકોના સ્વાસ્થ્યને ટનાટન રાખવા મનપાની ફુડ શાખા દ્વારા વિવિધ વિસ્તારોમાં ખાદ્ય પદાર્થ ઉત્પાદકો - વિક્રેતાઓને ત્યાં ચેકીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. શહેરના યુનિ. રોડ, નિર્મલા રોડ ઉપરથી ચટણી, એકસપાયરી ડેટ વિનાના બ્રેડ-પીઝા-જીવાતવાળો લોક,વાસી પંજાબી ગ્રેવી સહિતનો ૭૪ કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો. ઉપરાંત પુનીત નગર-૮૦ ફુટ રોડ વિસ્તારના ૨૦ ખાદ્યપદાર્થ ધંધાર્થીઓની ચકાસણી કરી ૮ ને લાઇસન્સ અંગે સૂચના આપવામાં આવી હતી. જયારે કાલાવડ રોડ, યુનિ. રોડ, નિર્મલા રોડ ખાતેથી પયૈયાનો સંભારો, સેઝવાન ચટણી, હળદર તથા મરચા પાઉડર સહિત કુલ ૬ નમુના લેવામાં આવ્યા હતા.
મનપાની સત્તાવાર યાદી મુજબ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન લાભ કોમ્પલેક્ષ, તોરલ પાર્ક મેઇન રોડ, યુનિ.રોડ પર આવેલ ૅકૈલાશ ગાંઠિયૉ પેઢીની તપાસ કરતા સ્થળ પર ફ્રિઝમાં સંગ્રહ કરેલ ચટણી વાસી અખાદ્ય માલૂમ પડતાં ચટણીના ૨૮ કિ.ગ્રા. જથ્થાનો સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને સ્થળ પર હાઈજેનિક કન્ડિશન, યોગ્ય સ્ટોરેજ જાળવવા તથા લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવેલ.
સર્વેલન્સ ચેકિંગ દરમિયાન શોપ નં.૪, અભિજીત એપાર્ટમેન્ટ, ICICI બેન્ક સામે, નિર્મલા રોડ પર આવેલ ૅદેવ ફાસ્ટ ફૂડૅ પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ એક્સપાયરી ડેટ વગરના બ્રેડ, પીઝા ૧૫ કિ.ગ્રા., જીવાતવાળો લોટ ૧૫ કિ.ગ્રા., વાસી પંજાબી ગ્રેવી, દાળ તથા ચટણી ૧૪ કિ.ગ્રા. વગેરે કુલ મળીને ૪૪ કિ.ગ્રા. અખાદ્ય જથ્થાનો સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને સ્થળ પર હાઈજેનિક કન્ડિશન, યોગ્ય સ્ટોરેજ જાળવવા તથા લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવેલ.
ઉપરાંત સર્વેલન્સ ચેકિંગ દરમિયાન અભિષેક કોમ્પલેક્ષ, ભગતસિંહ ગાર્ડન પાસે પર આવેલ ૅનકળંગ ટી સ્ટોલૅ પેઢીની તપાસ કરતા પેઢીને સ્થળ પર હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવેલ.
ફૂડ વિભાગની ટીમ દ્વારા FSW વાન સાથે શહેરના પુનિત નગર- ૮૦ ફૂટ રોડ મવડી વિસ્તારમાં આવેલ ખાધ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ ૨૦ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૦૮ ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ ૧૮ નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ.
ચકાસણી કરેલ ધંધાર્થીમાં ખોડલધામ ચાઇનીઝ પંજાબી, આદર્શ ફરસાણ, બાપા સીતારામ દાળપકવાન, ગંગા ફૂડસ, પ્રમુખ પ્રોવિઝન સ્ટોર, શ્રીરામ ફાર્મસી, નાગદાદા રેસ્ટોરેન્ટ તથા જલારામ જનરલ સ્ટોરને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.
સંભારો-ચટણી-હળદર-મરચાના ૬ નમૂના લેવાયા
ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફટી સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ હેઠળ દર્શાવેલ વિગતો મુજબ કુલ ૦૬ નમૂના લેવામાં આવેલ ેજેમાં પપૈયાંનો સંભારો (પ્રિપેર્ડ- લુઝ): -કૈલાશ ગાંઠિયા, લાભ કોમ્પલેક્ષ, તોરલ પાર્ક મેઇન રોડ, જે.કે. ચોક, યુનિ.રોડ, ૨. સેઝવાન ચટણી (પ્રિપેર્ડ -લુઝ): દેવ ફાસ્ટ ફૂડ, દરમિયાન શોપ નં.૪, અભિજીત એપાર્ટમેન્ટ, ICICI બેન્ક સામે, નિર્મલા રોડ, હળદર પાઉડર તથા મરચું પાઉડર (લુઝ): સાવલિયા બોયઝ હોસ્ટેલ, સત્યસાંઇ રોડ છેડે, ફૂલવાડી પાર્ક પાસે અને હળદર પાઉડર (લુઝ):, મરચું પાઉડર (લુઝ):વિવાન્તા ગર્લ્સ હોસ્ટેલ, રામ પાર્ક મેઇન રોડ, કાલાવડ રોડ ખાતેથી સેમ્પલ લેવામાં આવેલ હતા.
(4:17 PM IST)










