News of Friday, 25th July 2025
પોલીસ કમિશ્નર કચેરી ખાતે ગૃહમંત્રી
હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયેલ લોકદરબારમાં ૬પ થી વધુ ફરીયાદો રજુ થઇ

રાજકોટઃ રાજકોટની મુલાકાતે આવેલ ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ કમિશ્નર કચેરી ખાતે લોકદરબાર યોજી લોકોની ફરીયાદો સાંભળી હતી. જેમાં ચેમ્બરના પ્રમુખ વી.પી.વૈષ્ણવ, સામાજીક કાર્યકર રાજુ ઝુંઝા, શહેરના વેપારીઓ તથા અન્ય અરજદારોએ ગૃહમંત્રીને રૂબરૂ મળી પોલીસ વિભાગને લગતી ફરીયાદો રજુ કરી હતી. આ લોકદરબારમાં વિવિધ અરજદારોએ ૬પ થી વધુ ફરીયાદો કરતા ગૃહ રાજયમંત્રીએ આ ફરીયાદો સાંભળી યોગ્ય કાર્યવાહી કરવા સુચના આપી હતી. આ લોકદરબારમાં શહેરના પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહીલ, ડીસીપી સજ્જનસિંહ પરમાર, ડીસીપી જગદીશ બાંગરવા તથા ડીસીપી પુજા યાદવ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા. તસ્વીરમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી ફરીયાદ સાંભળતા નજરે પડે છે. બાજુની તસ્વીરમાં ચેમ્બરના પ્રમુખ વી.પી.વૈષ્ણવ, સામાજીક કાર્યકર રાજુ ઝુંઝા તથા નીચેની તસ્વીરમાં અરજદારો દ્રશ્યમાન થાય છે. (તસ્વીરઃ અભીજીત બગથરીયા)
(4:29 PM IST)










