<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th July 2025

મયંક નાયકે નવા ર૦૦૦ સરપંચોને માહિતીસભર શુભેચ્‍છા પત્ર પાઠવ્‍યો

ગ્રામીણ વિકાસના વહેણ વધારવા સાંસદનો નૂતન પ્રયોગ

રાજકોટ, તા. રપ : ઉ.ગુજરાતના ગ્રામીણ વિસ્‍તારોમાં વિકાસની નવી લહેર લાવવા અને નવા ચૂંટાયેલા સરપંચો સાથે સીધો સંવાદ સ્‍થાપવા રાજ્‍યસભા સાંસદ મયંકભાઈ નાયકે એક અભૂતપૂર્વ પહેલ શરૂ કરી છે. તેમણે ઉ.ગુજરાતની ગ્રામપંચાયત ચૂંટણીમાં વિજેતા બનેલા લગભગ બે હજાર સરપંચોને વ્‍યક્‍તિગત શુભેચ્‍છા પત્રો લખીને નવી ઇનિંગની શરૂઆત માટે અભિનંદન પાઠવ્‍યા છે.

આ પત્રો ફક્‍ત શુભેચ્‍છાઓ સુધી મર્યાદિત નથી. પરંતુ, તેમાં સરકારની વિવિધ યોજનાઓની વિગતવાર માહિતી આપવામાં આવી છે. જેથી ગામડાઓમાં વિકાસની ગતિને વેગ મળે. આ પત્રોમાં મયંકભાઈ નાયકે સરપંચોને ગામના વિકાસ માટે સંપૂર્ણ સહયોગની ખાતરી આપી છે. તેમણે લખ્‍યું છે કે, ગામના વિકાસના કામોમાં જ્‍યાં પણ મદદની જરૂર પડશે ત્‍યાં તેઓ અને તેમની ટીમ હંમેશા ઉપલબ્‍ધ રહેશે. આ પહેલ ગ્રામીણ નેતળત્‍વ અને રાજ્‍યસભા સાંસદ વચ્‍ચે સીધો સંવાદ સ્‍થાપવાનો એક અનોખો પ્રયાસ છે.(

(5:24 PM IST)