News of Friday, 25th July 2025
આજે રાત્રે હેમુ ગઢવી હોલમાં વિના મૂલ્યે ગીત સંગીતનો રંગારંગ કાર્યક્રમઃ મોહંમદ રફીને શ્રધ્ધાંજલિ અપાશે
જીસ રાત કે ખ્વાબ આયે... વો ખ્વાબો કી રાત આઈ...

રાજકોટ, તા.૨૫: અમર ગાયક મોહંમદ રફી સાહેબની ૪૫મી પુણ્યતિથી નિમિતે આજે રાત્રે ૮-૪૫ કલાકે હેમુ ગઢવી નાટયગળહ ખાતે ગીત સંગીતનો એક રંગારંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જેમાં ખ્યાતનામ ગાયકો સુરના સરતાજ એવા રકીના ગીતો ગાઈ તેમને શ્રધ્ધાંજલિ અર્પણ કરશે. વિના મૂલ્યે યોજાનારા આ કાર્યક્રમમાં વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવામાં આવશે જેમાં આગળની પાંચ હરોળ ખાલી રાખી બેઠક ગ્રહણ કરવાની રહેશે.
મનસુરઅલી ત્રિવેદી પ્રસ્તુત અને ઓરકેસ્ટ્રા મેલોડી કલર્સના સંગીત સાથેના આ કાર્યક્રમમાં સુનિલ શાહ, સંજય લોઢીયા, હરેશ ગજજર, મુન્નાભાઈ ઠકકર, સંજય ઝાલા, સંજય સંઘવી, દિનેશ પ્રિથીયાની, હીના કોટડીયા, કિરણ ઝાલા, ધ્યાનવી શુકલા, વિશાખા પ્રિથીયાની, રૂશીતા પટેલ પોતાના કંઠેથી ગીતો રજુ કરી દર્શકોને ભરપુર મનોરંજન આપવાના છે. સંગીતના આ રંગારંગ કાર્યક્રમમા ભાવના સોની એન્કર તરીકે તથા સૈફુદીન ત્રિવેદી અને પરેશ દવેરા ગેસ્ટ સીંગર તરીકે ગીતો રજુ કરશે. આ કાર્યક્રમ વિના મૂલ્યે હોય રાજકોટના કલાકારો અને સંગીત પ્રેમીઓને આયોજકોએ હાર્દિક આમંત્રણ આપ્યુ છે
(4:33 PM IST)










