<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th July 2025

આજી નદીથી ખોખડદડ નદી વચ્‍ચેના રોડ ઉપર ઓવરબ્રીજ આપો : બંને બાજુ અવરજવર માટે વૈકલ્‍પિક વ્‍યવસ્‍થા કરો

પ૦ થી વધુ એશોસીએશન જોડાયા શહેર કોંગ્રેસના NHAI ઓફીસ સામે ઉગ્ર દેખાવો - સુત્રોચ્‍ચારઃ આવેદન પાઠવાયું

રાજકોટ, તા. રપ :  શહેર કોંગ્રેસના અગ્રણીઓ શ્રી ગાયત્રીબા વાઘેલા શ્રી અશોકસિંહ વાઘેલા, રોહિતસિંહ રાજપૂત તથા અન્‍વયોએ નેશનલ હાઇવેની ઓફીસે સુત્રોચ્‍ચાર -દેખાવો યોજી સિનિયર મોસ્‍ટ અધીકારીને આવેદન પાઠવી આજી નદીથી ખોખડદડ નદી વચ્‍ચેના રોડ ઉપર ઓવરબ્રીજ આપવા રજુઆત કરી હતી, આ રજુઆતમાં બન્ને બાજુ અવરજવર માટે તાત્‍કાલિક વૈકલ્‍પિક વ્‍યવસ્‍થા કરવા ખાસ કહેવાયું હતું, રજુઆતમાં પ૦ થી વધુ એસો. જોડાયા હતા. સુત્રોચ્‍ચાર વચ્‍ચે ઉગ્ર વિરોધ કરાયો હતો., બાદમાં એનએચએઆઇ ના અધિકારીઓ સ્‍થળ વિઝિટ કરી પ્રશ્‍ન હલ કરવા ખાતરી આપી હતી.

આ રજૂઆતમા કોંગ્રેસના અગ્રણી અશોકસિંહ વાઘેલા,રોહિતસિંહ રાજપૂત,કોર્પોરેટર કોમલબેન ભારાઈ ,હરેશભાઈ ભારાઈ,જયરાજભાઇ  રબારી,હસુ બાપુ ભગવા ગ્રુપ,ધવલભાઇ રાયકા ,કૈલાસગીરી ગોસ્‍વામી,લાખાભાઈ માલધારી ,પ્રભાતભાઈ આહીર,હીરાભાઈ સુસરા ,નિર્મલભાઇ લાવડીયા,અજીતભાઈ લાવડીયા ,સાગરભાઇ ભરવાડ,વિપુલભાઈ બકુત્રા ,પ્રવીણભાઈ બકુત્રા,ડી કે રબારી ,અજયભાઈ ખાંભલીયા,રમેશભાઈ તરમટા,કાનાભાઈ દુધરેજીયા ,હિતેશભાઈ સાંભળ, શૈલેષ ઠુમ્‍મર, પરેશ વિરડિયા,શૈલેષભાઈ મારૂરી ઇન્‍ડસ્‍ટિઝ, ભરત રબારી,ગોરધન બાપા,સુભાષ બરાળીયા,કલ્‍પેશભાઈ સંસ્‍કાર,સાવન વઘાસીયા,નિલેશ રાયકા,બાબુ મહેતા જોડાયા હતા

રજુઆતમાં હાર્ડવેર એસોશિયન - ગુજરાત, મધુરમ ઇન્‍ડસ્‍ટ્રિયલ એસોશિયન, શ્રી હરિ ઇન્‍ડસ્‍ટ્રીયલ ઝોન એસોશિયન, કાંતિનગર ઇન્‍ડસ્‍ટ્રીયલ એરિયા એસોશિયન, મીરા ઔદ્યોગિક સેવા સહકારી મંડળી , મારુતિ ઇન્‍ડસ્‍ટ્રિયલ એસોસિએશન, કિશાન ઇન્‍ડસ્‍ટ્રિયલ એરિયા , સહજાનંદ ઇન્‍ડસ્‍ટ્રીયલ એસ્‍ટેટ એસોશિયન, રામનાથ ઇન્‍ડસ્‍ટ્રીઝ પાર્ક, સંસ્‍કાર કો ઓપરેટિવ સોસાયટી  ઉપરાંત  રામ પાર્ક, મુકેશ પાર્ક, રાધે ક્રિષ્‍ના સોસાયટી, શિવધારા પાર્ક ૧, હરિઓમ પાર્ક,શિવનગર, શિવધારા પાર્ક ૨, સહજાનંદ રહેણા વિસ્‍તાર, વેલનાથ, જડેશ્વર પાર્ક, આ બધા રહેણાક વિસ્‍તાર આદિ જીઆઇડીસી, મીરા ઔદ્યોગિક સહકારી મંડળી લી. સંસ્‍કારી ઇન્‍ડસ્‍ટ્રીઝ ઝોન, શ્રી હરિ ઇન્‍ડસ્‍ટ્રીઝ ઝોન, રાધા મીરા ઇન્‍ડસ્‍ટ્રીઝ ઝોન, કેપી ઇન્‍ડસ્‍ટ્રીઝ ઝોન, એનબી ઇન્‍ડસ્‍ટ્રીઝ ઝોન, સુવર્ણભૂમિ ઇન્‍ડસ્‍ટ્રીઝ ઝોન, આદિત્‍ય ઇન્‍ડસ્‍ટ્રીઝ ઝોન, રામનાથ ઇન્‍ડસ્‍ટ્રીઝ ઝોન ૧,૨,૩,૪, સુરભી ઇન્‍ડસ્‍ટ્રીઝ ઝોન, કેસરીનંદન ઇન્‍ડસ્‍ટ્રીઝ ઝોન, યંત્રંગ ઇન્‍ડસ્‍ટ્રીઝ ઝોન, ક્રાંતિનગર ઇન્‍ડસ્‍ટ્રીઝ ઝોન, ઓમ ઉદ્યોગ અને નવભારત ઇન્‍ડસ્‍ટ્રીઝ ઝોન આવા નાના-મોટા અને રહેણાક અને ઇન્‍ડસ્‍ટ્રીઝ વિસ્‍તાર આવેલા છે, આ તમામે આંદોલનમાં જોડાઇ, આવેદન પાઠવી વિસ્‍તૃત રજૂઆતો કરી હતી.

(4:37 PM IST)