News of Friday, 25th July 2025
રાજ પ્રા.શાળામાં આરોગ્ય ચકાસણી કેમ્પ

રાજ પ્રાથમિક શાળા વિદ્યાલયમાં રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત બાળકોની આરોગ્ય તપાસણીનો કેમ્પ કરવામાં આવ્યો હતો. જેમાં ડો. રાજવી કાનાબાર, ડો. વિશાલ વાછાણી, મનીષાબેન ચુડાસમાએ બાળકોની ઉંચાઇ, વજન અને આરોગ્યલક્ષી તપાસ કરી સ્વાસ્થ્યલક્ષી માર્ગદર્શન પુરૂ પાડયુ હતુ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળા સંચાલક રાજેનભાઇ કે. સિંધવ અને શિક્ષકગણે જહેમત ઉઠાવી હતી.
(5:00 PM IST)










