<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th July 2025

દીર્ઘદ્રષ્ટી, મક્કમ મનોબળ, ખમીર અને ખુમારીભર્યુ વ્‍યક્‍તિત્‍વ એટલે કેશુભાઈ પટેલ

કેશુભાઈ પટેલનો અભ્‍યાસ ઓછો છતાં ભલભલા આઈ.એ.એસ. અને આઈ.પી.એસને પણ શરમાવે તેની તેમની કોઠાસુઝ હતી

ગુજરાતના પૂર્વ મુખ્‍યમંત્રી અને ખેડૂત અને આમ સમાજના હિતચિંતક એવા શ્રી કેશુભાઈ પટેલ કે જેમનો અભ્‍યાસ ઓછો છતાં ભલભલા આઈ.એ.એસ. અને આઈ.પી.એસને પણ શરમાવે તેવી તેમની કોઠા સૂઝ હતી. તેઓ ગુજરાત અને સૌરાષ્‍ટ્રની આમ સમસ્‍યાઓની સતત ચિંતન અને મનન કરતા હતા અને તેનાજ કારણે તેઓ દરેક સમસ્‍યાનું સમાધાન પણ કરાવી શકવાને માટે સક્ષમ હતા. ૧૯૭૨ ની સાલમાં હું જનસંઘનો કાર્યકર્તા હતો તે વખતે મેં પ્રશ્ન કર્યો કે આપણે જનસંઘના વિચારોને ગામડા સુધી પહોંચાડવા શું કરવું જોઈએ? ત્‍યારે શ્રી કેશુભાઈએ સમજાવતા કહેલ કે શહેર અને ગામડાના પ્રશ્નો અલગ છે ગામડાના ખેડૂતો, ખેત મજુરો અને ગ્રામ્‍ય જીવનમાં વસતા લોકોના પ્રશ્ન ઉઠાવીને સતાવાળાઓ સુધી અસરકારક રીતે રજુ કરવા જોઈએ અને તે પ્રશ્નને લોજીકલ એન્‍ડ સુધી લઇ જવા જોઈએ જેથી તેમને સંતોષ થાય અને તેમની લાગણી આપણા પક્ષ તરફ વળે આ બાબત ધ્‍યાને લઇને શ્રી શિવલાલભાઈ વેકરીયા,સંગઠન મંત્રી શ્રી ચકુભાઈ ડોડીયા, હું, ચંદુભાઈ શિંગાળા,સવજીભાઈ કોરાટ વીઠ્ઠલભાઈ રાદડિયા વગેરેએ પાક વીમો, ગામડામાં થતી ગુંડાગીરી,વીજળી,પાણી વગેરેના પ્રશ્ન થી શરૂઆત કરી કુવા રીચાર્જ, વરસાદી પાણી રોકવું, વીજળી, પીવાનું પાણીના પ્રશ્નો એ રંગત જમાવી અને ત્‍યારબાદ ગુંડાગીરી નાબુદી સમિતિ બની જેમાં પોપટભાઈ સોરઠીયા, ચીમનભાઈ શુક્‍લ, સુર્યકાન્‍તભાઈ આચાર્ય વગેરેએ આ પ્રશ્નને ખુબ જ અસરકારકતા થી ઉપાડયો તે સમયે રાજકોટ જીલ્લા સમિતિ બનેલ તેમાં શિવલાલ વેકરીયા પ્રમુખ અને મેં પોતે મહામંત્રી ની જીલ્લાની જવાબદારી સંભાળેલ સૌરાષ્‍ટ્રભરમાં તેનો બહોળો પ્રચાર થયો અને લોકોને નિર્ભીક બનાવવાનું કાર્ય આ કાર્યક્રમથી થયું આ બાબતની દિશા દર્શન શ્રી કેશુભાઈ પટેલનુ હતુ.

 ૧૯૭૫ માં બાબુભાઈ જે. પટેલની જનતા મોરચાની સરકાર બની અને તેમાં જનસંઘના ૧૮ ધારાસભ્‍યો ચૂંટાયેલા હતા તેથી તે વખતે ત્રણ મંત્રીઓ તે પ્રધાનમંડળમાં સમાવેશ કરાયેલ. (૧) કેશુભાઈ પટેલ (૨) મકરંદભાઈ દેસાઈ (૩) હેમાબેન આચાર્ય આ ૧૯૭૫ થી શરૂ થયેલ યાત્રામાં આંખે ઉડીને કામ દેખાય તેવું કામ આ ત્રણે મંત્રીઓએ કરેલા ૧૯૭૫ પહેલા સૌરાષ્‍ટ્રમાં આંગળીના વેઢે ગણી શકાય તેવા ત્રણથી ચાર ડેમ હતા કેશુભાઈએ સિંચાઈ વિભાગને સુચનાઓ આપી કે સૌરાષ્‍ટ્રમાં મોટી નદીઓ નથી અને તેના મથાળા પણ લાંબા નથી જેથી નાના મોટા હોકળાઓને સર્વે કરીને ત્‍યાં નાના અને મધ્‍યમ કદના ડેમ બનાવવાની સૂચનાઓ આપી આઠેક માસમાં સર્વે થઇ ગયા પણ એક પણ ફાઈલ મુકાઇ નહિ તે સમયે સિંચાઈ વિભાગના અધિકારીઓને બોલાવીને હકીકત જાણી તો તેમનું કહેવાનું હતું કે અમોએ ૪૦ જેટલી જગ્‍યાનો સર્વે કરેલ છે. પરંતુ સરકારી જે નીયમો છે તેમાં આ યોજનાઓ બંધ બેસતી નથી. એકર ફીટ પાણી પાછળ થતો ખર્ચ વધી જાય છે. ત્‍યારે કેશુભાઈએ અધિકારીઓને પૂછેલ કે આ નિયમ કોને બનાવ્‍યા? અધિકારીઓ એ કહેલ સરકારે ત્‍યારે કેશુભાઈ પટેલનો જવાબ હતો કે નિયમ બદલાઓ ત્‍યારબાદ નિયમ બદલ્‍યા અને સૌરાષ્‍ટ્રને(૧) ભોગત (૨) મણીસરી (૩) સાની (૪) સોરઠી (૫) વર્તુ (૬) બિલેશ્વર (૭) ડઈ (૮) વેણુ (૯) મોજ (૧૦) ઉતાવળી (૧૧) ફોફળ (૧૨) છાપરવાડી (૧૩) ભાદર-૨ (૧૪) વાસાવડી (૧૫) કરમાળ (૧૬) સાકરોલી (૧૭) ઓજતી (૧૮) મધુવંતી (૧૯) ઉબેણ (૨૦) મોલી (૨૧) મેઘલ (૨૨) હિરણ (૨૩) સરસ્‍વતી (૨૪) શીંગોળા (૨૫) મચ્‍છુંન્‍દ્રી (૨૬) છાણી (૨૭) રાવલ (૨૮) ધાતરવાડી (૨૯) માલ (૩૦) સેજડી (૩૧) બગડ (૩૨) રંધોળી (૩૩) કાળુભાર (૩૪) ઘેલી (૩૫) કેરી (૩૬) સુખભાદર (૩૭) ભોગાવો (૩૮) કર્ણકી ૩૮ જેટલી મધ્‍યમ અને નાના કદના સિંચાઈ ડેમ મળ્‍યા. ૧૯૯૫માં ગુજરાતના મુખ્‍યમંત્રી બન્‍યા બાદ તેમણે કળષિ, સિંચાઈ અને ગુંડાગીરી નાથવાનું ભગીરથ કાર્ય કરેલ. જે આજે પણ સૌરાષ્‍ટ્ર અને ગુજરાતની જનતાને યાદ છે. સુરતને સાચા અર્થમાં ખુબસુરત બનાવવામાં પણ તેમનો હિસ્‍સો મહત્‍વપૂર્ણ રહેલો છે. સુરત મ્‍યુ. કમીશ્નર શ્રી એસ.આર.રાવને સુરતને સારું શહેર બનાવવા માટે છુટો દોર આપેલ જે આજે આપણે જોઈ શકીએ છીએ. સૌરાષ્‍ટ્રને પીવાના પાણી, સિંચાઈનું પાણી કાયદો વ્‍યવસ્‍થા અને વહીવટી તંત્ર ઉપરની તેમની સરકારની પકડ ખુબજ મજબુત હતી. કેશુભાઈ પટેલ આપણીવચ્‍ચે નથી ત્‍યારે કબીર સાહેબ યાદ આવે છે તેમણે કહેલ કે,

 ‘‘જબ તું આયા જગમે, જગ હસે તું રોઈ

કરનીઐસી કરચલે જબ તું હસે જગ રોઈ''

ધન્‍ય છે તેમનું અનુસરવા જેવું જીવન. (૪૦.૨૮)

આલેખન

ગોવિંદભાઈ પટેલ

પૂર્વ ધારાસભ્‍ય,રાજકોટ

મો.૯૮૨૪૪ ૫૧૫૫૬

(4:59 PM IST)