<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th July 2025

નાના ઉદ્યોગકારો પાસે પાછલા સમયથી વીજ બીલ વધારો વસુલવા પીજીવીસીએલનું ગતકડુ

ગ્રેટર ચેમ્‍બર દ્વારા રજુઆત કરાશે : અસરકર્તા ગ્રાહકો પાસે વિગતો મંગાવાઇ

રાજકોટ તા. ૨૬ : એલ.ટી. કનેકશન ધરાવતા નાના ઉદ્યોગો ઉપર પીજીવીસીએલએ પીકઅવર્સ વપરાશ ઉપર જુન-૨૦૨૪થી ૪૫ પૈસા/યુનિટ લેખે પヘાત અસરથી જવાબદારી ગણી બીલ આપવાનું શરૂ કરેલ છે.એક વર્ષ જુની જવાબદારી પીજીવીસીએલએ નાના ઉદ્યોગો પર લાગુ કરતા ઉદ્યોગકારોમાં દેકારો બોલી ગયો છે. કોઇપણ ભાવવધારો પાછલી તારીખથી કરવામાં આવે અને પાછળના સમયની વસુલાત કરવામાં આવે તે કઇ રીતે શાખી લેવાય? જેથી આ અંગે ગ્રેટર ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીઝ દ્વારા પીજીવીસીએલ સમક્ષ રજુઆત કરવામાં આવનાર છે. અસરકર્તા ગ્રાહકોએ પોતાની વિગતો પેઢીના લેટરપેડ પર લખી ગ્રેટર ચેમ્‍બરના કાર્યાલય, ૪૦૧-ગોલ્‍ડન પ્‍લાઝા, ટાગોરરોડ, રાજકોટ (મો.૯૦૮૧૭ ૦૯૪૧૦) ને ૨૯-૭-૨૦૨પ સુધીમાં પહોંચાડવા ગ્રેટર ચેમ્‍બર ઓફ કોમર્સના માનદમંત્રી મયુરભાઇ શાહ અને વાઇસ પ્રેસિડેન્‍ટ ઇશ્વરભાઇ બ્રાંભોલીયાની યાદીમાં જણાવાયુ છે.

(12:46 PM IST)