<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th July 2025

પુરૂષાર્થ યુવક મંડળ દ્વારા તેજસ્‍વી વિદ્યાર્થીઓનું સન્‍માન

રાજકોટ : પુરૂષાર્થ યુવક મંડળ ચેરી. ટ્રસ્‍ટ દ્વારા સમગ્ર ઉપલાકાંઠા બેડીપરા કેન્‍દ્રના ધો. ૧૦ અને ૧ર ના ‘ટોપટેન' તથા શાળા પ્રથમ આવેલ કુલ ૧૧૯ તેજસ્‍વી વિદ્યાર્થીઓને સન્‍માનીત કરવામાં આવેલ. તેમજ ડો. પ્રશાંત કોદાળા (એમડી મેડીસન) તથા વર્લ્‍ડ વાઇડ બુક ઓફ રેકોર્ડમાં ચાર વર્ષની ઉંમરે રેકોર્ડ કરનાર વંશ શૈલેષભાઇ પરમારનું વિશેષ સન્‍માન કરવામાં આવેલ. સર્વે તેજસ્‍વી વિદ્યાર્થીઓને રામાણી ઇન્‍સ્‍ટીટયુટ ફોર સીવીલ સર્વિસીસના સંચાલક ડો. વિનોદભાઇ રામાણી દ્વારા કારકિર્દી લક્ષી માર્ગદર્શન આપવામાં આવેલ. સર્વે વિદ્યાર્થીઓને પ્રોત્‍સાહિત કરવા સાંસદ પરસોતમભાઇ રૂપાલા, વિધાનસભા-૭૦ના ધારાસભ્‍ય રમેશભાઇ ટીલારા, શહેર ભાજપ અધ્‍યક્ષ માધવભાઇ દવે, મહામંત્રી વિરેન્‍દ્રભાઇ ઝાલા, અશ્વિનભાઇ મોલીયા, ડો. વિ. કે. રામાણી, બ્રહ્માકુમારી રેખાદીદી, એમ.બી. જાડેજા (પીજીવીસીએલ), પ્રેમગીરી ગોસ્‍વામી, ચંદુભા પરમાર, પરીમલભાઇ પરડવા, શૈલેષ્‍ભાઇ વોરા, મનીષભાઇ ભટ્ટ, અનીલભાઇ તળાવિયા, વિશાલભાઇ હિરાણી તથા સર્વે આચાર્યશ્રીઓ ઉપસ્‍થિત કરેલ. કાર્યક્રમ સંચાલન સંસ્‍થાના પ્રમુખ કિશોરભાઇ રાઠોડ તથા આભાર વિધી નરેન્‍દ્રભાઇ ભાડલીયાએ કરેલ. સર્વે કારોબારી સભ્‍યોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવેલ.

(3:09 PM IST)