<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th July 2025

ઈન્‍દ્રપ્રસ્‍થનગર સ્‍થા.જૈન સંઘમાં ભવ્‍ય ચાતુર્માસ

દર રવિવારે જૈન શાળાઃ મંગળવારથી દ્રવ્‍યતપ

રાજકોટ, તા.૨૬: ઈન્‍દ્રપ્રસ્‍થનગર સ્‍થાનકવાસી જૈન સંઘમાં આ વખતે ચાતુર્માસ માટે પુજ્‍ય ધીરગુરુદેવના આજ્ઞાનુવર્તી પુ.મીનાજી મ.સ.તથા પૂ. જિનેશાજી મ.સ.  આરાધના ભવન ઉપાશ્રયમાં બિરાજે છે.

ચાતુર્માસમાં જૈન શાળા પણ પહેલાની જેમ  દર રવિવારે રેગ્‍યુલર સવારના ૧૦:૩૦ થી ૧૧:૩૦ ચાલુ રહેશે. શ્રીસંઘ દ્વારા બધા પોતાના બાળકોને રેગ્‍યુલર મોકલવા અનુરોઘ કરાયો છે.  જેના બાળકો  પહેલા જૈન શાળા ન આવતા હોય એ પણ સમયસર જૈન શાળા આવે આ વર્ષ જ્ઞાન સાથે ગમ્‍મત જેવા અનેક બાળકો ને મનગમતા અનેકવીઘ કાર્યક્રમ યોજેલ છે.

ચાતુર્માસ દરમિયાન જુદા જુદા અનેક આયોજનો પણ જૈન શાળામાં કરવામાં આવશે. તા.૨૯ ના રોજ થી દ્રવ્‍ય તપ શરૂ કરવામાં આવનાર છે. બધા બાળકો આ દ્રવ્‍ય તપમાં જોડાય તેવી પ્રેરણા કરશો.   જૈનશાળામાં ન હોય તે બાળકો એ પણ દ્રવ્‍ય તપ... કરવાની ભાવના રાખવી...  ચાતુર્માસ દરમ્‍યાન શિશુદર્શનનું પણ આયોજન થયેલ છે  બધા બાળકોએ લાભ લેવા અનુરોધ કરાયો છે.

(3:12 PM IST)