તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 26th July 2025
સોમવારે ગાંધીગ્રામ શ્રી આશાપુરા માતાજી મંદીરનો રપમો સ્થાપના ઉત્સવ

રાજકોટ, તા., ર૬: શ્રી આશાપુરા સેવા સમાજ ટ્રસ્ટ સંચાલીત ગાંધીગ્રામના અક્ષરનગર, આશાપુરા રોડ, એરપોર્ટની પટ્ટી પાસે આવેલ શ્રી આશાપુરા માતાજીના મંદીરમાં શ્રી આશાપુરા માતાજીની મુર્તિનો રપ મો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ મંદીરમાં બિરાજતા શ્રી શકિત માતાજી અને શ્રી ખોડીયાર માતાજીની મુર્તિનો ૧૦ મો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સોમવારે તા. ર૮-૭-ર૦રપના રોજ ઉજવાશે. આ પ્રસંગે સોમવારે સવારે ૮ વાગ્યે શાષાી શ્રી વિપુલભાઇ એચ. મહેતા (બોલબાલા વાળા) ના માર્ગદર્શન હેઠળ હવનનો પ્રારંભ થશે. બપોરે ૩.૩૦ કલાકે બીડુ હોમાશે. ૪.૦૦ વાગ્યે ધ્વજારોહણ કાર્યક્રમ યોજાશે. આ ધાર્મિક ઉત્સવમાં સમસ્ત ક્ષત્રીય સમાજને ઉપસ્થિત રહેવા આશાપુરા સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા અપીલ કરાઇ છે.
(3:13 PM IST)










