<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th July 2025

યુવા એડવોકેટ પ્રિન્‍સ દત્તાની નવી કોર્પોરેટ ઓફિસનું કાલે અમદાવાદમાં ઉદઘાટન

રાજકોટઃ ગુજરાત હાઇકોર્ટમાં પ્રેકિટસ કરતા રઘુવંશી યુવાન એડવોકેટ પ્રિન્‍સ સુધીરકુમાર દત્તાની નવી કોર્પોરેટ ઓફિસનું ઉદઘાટન આવતી કાલે તા. ર૭ ના રવિવારે અમદાવાદ મુકામે થઇ રહેલ છે.

યુવાન ધારાશાસ્ત્રી  પ્રિન્‍સ દત્તાએ દેશની પ્રખ્‍યાત યુનાઇટેડ વર્લ્‍ડ સ્‍કુલ ઓફ લો, ગાંધીનગર ખાતે ર૦ર૦ માં એલએલ.બીનો અભ્‍યાસ પુરો કરી વેરાવળ જીલ્લામાં પોતાના પિતાશ્રી અને સીનીયર ધારાશાસ્ત્રી  સુધીરકુમાર દત્તા સાથે વકીલાતની શરૂઆત કરેલી. ત્‍યારબાદ ર૦ર૧ થી ગુજરાત હાઇકોર્ટના પ્રખ્‍યાત ધારાશાસ્ત્રી  બંધુઓ શાર્વિલ પી. મજમુદાર તથા પંશીલ પી. મજમુદારના જુનીયર તરીકે ગુજરાત હાઇકોર્ટમાં પોતાની વકીલાત શરૂઆત કરેલી અને ચાર વર્ષના ખૂબ જ ટૂંકાગાળામાં એન.ડી.પી.એસ. મર્ડર કેસ જી.પી.આઇ.ડી., જેવા અનેક ક્રિમીનલ કેસો તથા અનેક સિવિલ કેસો વ્‍યકિતગત રીતે ચલાવી જવલંત સફળતાઓ મેળવેલ છે. 

પ્રિન્‍સ દત્તાએ રાજકોટના સીનીયર એડવોકેટ અને નોટરી દિપકભાઇ દત્તાના ભત્રીજા થાય છે, પ્રિન્‍સ દત્તાને તેમની નવી કોર્પોરેટ ઓફિસ માટે રાજકોટ, વેરાવળ સહિત સૌરાષ્‍ટ્રના અનેક સીનીયર,જુનીયર ધારાશાસ્ત્રી ઓએ અભિનંદન સાથે શુભેચ્‍છાઓ પાઠવેલ છે.

પ્રિન્‍સ દત્તાની નવી કોર્પોરેટ ઓફિસ બી/૯૦પ, ધ કેપીટલ સાઇન્‍સ સીટી રોડ, સોલા, અમદાવાદ (મો. ૯૯૭૯૦ ૮૩૩૬૦)

(3:15 PM IST)