<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th July 2025

શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા નરેન્‍દ્રભાઈ મોદીને રક્ષાકવચ મોકલાયું

 

 રાજકોટઃ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન માકડીયા, મહામંત્રી કિરણબેન હરસોડા, દેવીકાબેન રાવલની એક સંયુક્‍ત અખબારીયાદીમાં જણાવાયું છે. કે શ્રાવણ માસની પુનમે આવતા રક્ષાબંધનનો ઉત્‍સવ એટલે બહેન ભાઈની રક્ષા માટે રક્ષા કવચ તરીકે રાખડી બાંધી બહેન તેમને અંતરના આશિષ આપતી હોય છે. આ તકે રાજકોટના કેબિનેટ મંત્રી અને રાજકોટ ગ્રામ્‍યના ધારાસભ્‍ય ભાનુબેન બાબરીયા, કોર્પોરેટર દુર્ગાબા જાડેજા, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન માકડીયા, મહામંત્રી કિરણબેન હરસોડા, દેવિકાબેન રાવલ તેમજ અંજનાબેન મોરઝરીયા, સેજલબેન ચૌધરી, હર્ષાબા જાડેજા, પાયલબેન સંચાણીયા, જાગળતિબેન ખીમાણી, જલ્‍પાબેન દતાણી, રીતુબેન મહેતા, તનિષા મહેતા સહિતના બહેનોએ વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીને રક્ષા કવચ મોકલવામાં આવેલ હતું.

(3:54 PM IST)