તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Saturday, 26th July 2025
પરમેશ્વરના પ્રતિનિધિઃ પુનિત મહારાજ - એક દિવ્ય જીવનગાથા

પૂનિત મહારાજ, જેઓ બાળપણમાં બાલકળષ્ણ તરીકે ઓળખાતા, તેમનું જીવન પરોપકાર અને પ્રભુભક્તિનું ઉત્તમ ઉદાહરણ છે. ઇ.સ. ૧૯૦૮ના મે મહિનાની ૧૫ તારીખે જન્મેલા, તેમને માતા પાસેથી ધાર્મિક સંસ્કારો મળ્યા. પિતાની છત્રછાયા ગુમાવ્યા પછી પણ માતાએ તેમને પ્રભુભક્તિના માર્ગે વાળ્યા. અખબારી ક્ષેત્રે કાર્ય કર્યા બાદ આધ્યાત્મિક માર્ગ અપનાવી, ‘પૂનિત મહારાજ' તરીકે લોકહૃદયમાં સ્થાન પ્રાપ્ત કર્યું. તેમના ભજનો અને સેવાકીય પ્રવળત્તિઓ, જેમ કે રામનામ જાપ, નેત્રયજ્ઞો અને કટોકટીમાં મદદ, આજે પણ લોકોને પ્રેરણા આપે છે. ઇ.સ. ૧૯૬૨ના જુલાઈ મહિનાની ૨૭ તારીખે તેઓ પ્રભુચરણ પામ્યા, પણ તેમના ભજનો અમર રહ્યા છે.
બાલકળષ્ણમાંથી પૂનિત મહારાજ સુધીની સફરઃ બાળપણમાં મનુની તૂટેલી સ્લેટ જોઈને પોતાની સ્લેટ આપી દેનાર બાલકળષ્ણ, ભવિષ્યમાં ‘પૂનિત મહારાજ' તરીકે ઓળખાયા. તેમનું જીવન પરોપકાર અને પ્રભુભક્તિનું પ્રેરણાદાયી ઉદાહરણ છે.
સંસ્કારોનું સિંચન અને આધ્યાત્મિક વળાંકઃ ઇ.સ. ૧૯૦૮ના મે મહિનાની ૧૫ તારીખે ધંધુકામાં જન્મેલા બાલકળષ્ણને માતા પાસેથી શ્રીકળષ્ણલીલા, રામાયણ અને પુરાણોના સંસ્કારો મળ્યા. છ વર્ષની વયે પિતા ગુમાવ્યા પછી પણ માતાએ તેમને પ્રભુનામ અને ભક્તિના માર્ગે વાળ્યા. નાનપણથી જ ભજનમંડળીઓમાં ઠીકરાના મંજીરા સાથે ભજનો લલકારી, તેમણે ભાવિ ભજનીકના બીજ રોપ્યા.
આજીવિકા માટે તેમણે ટાર-ટપાલ ખાતા અને અન્ય વિભાગોમાં નોકરીઓ કરીઃ અમદાવાદમાં ‘ગર્જના' દૈનિકમાં ‘કાયમી ખબરપત્રી' તરીકે કાર્ય કર્યું અને ‘લલિત' તથા ‘વિણા' જેવા સાપ્તાહિકો દ્વારા લોકજાગળતિનું કાર્ય કર્યું. આર્થિક કટોકટી અને ક્ષય રોગના સમયે ગુરુ ઈશ્વરલાલ શાષાીના શબ્દો ‘રામનામ જેવું કોઈ ઔષધ દુનિયામાં નથી' સાંભળીને તેમનું જીવન પરિવર્તિત થયું. તેમણે સર્વસ્વ પ્રભુચરણમાં અર્પણ કરી ભજનપથ અપનાવ્યો.
પૂનિત મહારાજ અને તેમની સેવાયાત્રાઃ રામનામ મંત્રને સહારે તેમનું કવિ હૃદય ખીલી ઉઠ્યું. ‘કળષ્ણ ધુન મંડળ' નો પાયો નાખી તેમણે લાખો લોકોને ભજનરસમાં તરબોળ કર્યા અને જીવન જીવવાનો રાજમાર્ગ બતાવ્યો. લોકોએ તેમને ‘પૂનિત મહારાજ'નું બિરુદ આપ્યું.
તેમણે દર પૂનમે ડાકોર પદયાત્રાનો પ્રારંભ કર્યો, સેવાશ્રમની સ્થાપના કરી, અને ભજનમંડળીમાં નાણા વ્યવહાર બંધ કરાવ્યા. દુષ્કાળમાં ગાયો બચાવી, કોમી તોફાનોમાં મદદ કરી, અને ભાગલા વખતે નિરાશ્રિત ફંડ ભેગું કરીને ‘જનસેવા એ જ પ્રભુસેવા'નો નારો જગાવ્યો. પ્રસિદ્ધ યાત્રા સ્થળોએ પૂનિત સેવાશ્રમો બન્યા. અમદાવાદના પૂનિતચોકમાં ૨૪ લાખ ગાયત્રી મંત્રના નાદથી ભારતીય સંસ્કળતિ નવપલ્લવિત થઈ, અને સાત અબજ રામનામ પૂર્ણ થયા.
ઇ.સ. ૧૯૫૦થી તેમણે નેત્ર યજ્ઞની પ્રવળત્તિ શરૂ કરી દર્દીઓને મફત સારવાર અને ચશ્મા પૂરા પાડ્યા. ઇ.સ. ૧૯૫૬માં ધર્મપ્રચાર માટે પૂર્વ આફ્રિકા ગયા અને ત્યાંથી મળેલા દાનનો ઉપયોગ લોકસેવા માટે કર્યો. વિદેશથી પાછા ફરીને તેમણે નર્મદા કિનારે પંચ કુબેરેશ્વર મોટી કોરલમાં એક મોટું તીર્થધામ બનાવ્યું, જે આજે પણ ભજન, ભોજન અને આધ્યાત્મિક ઉન્નતિનું સંગમતિર્થ છે.
અંતિમ યાત્રા અને અમર વારસો : પૂનિત મહારાજે ગુજરાતના દરેક જિલ્લામાં ભજન, કથા, અને સત્સંગ કર્યા. રાજકોટમાં પણ પંચનાથ મંદિરમાં ભજનો ગાયા. ઇ.સ. ૧૯૬૨ના જુલાઈ મહિનાની ૨૭ તારીખે, ‘શ્રી રામ જય રામ જય જય રામ' ના મંત્ર જાપ સાથે, તેઓ પ્રભુચરણ પામ્યા.
આજે પૂનિત મહારાજ સદેહે નથી, પણ તેમના ભજનો, જેમ કે ‘ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં' અને ‘શામળિયા સંભાળી લેજે રે,' લોકહૃદયમાં અમર સ્થાન ધરાવે છે. તેમની પુણ્યતિથિ નિમિત્તે, તેમના પરાપકારી અને ભક્તિમય જીવનને કોટિ કોટિ વંદન.
આલેખનઃ
ડો. જ્યોતિબેન બીપીનચંદ્ર પોપટ
૯૪૦૯૪ ૨૫૦૨૨
(4:03 PM IST)










