<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th July 2025

નારાયણનગરના યશ ત્રિવેદીના હાથ-પગ બાંધી, માથે કપડુ ઓઢાડી ઢીકા-પાટા મારી સળીયાથી ફટકાર્યો ને કરંટ દીધો!

કોઠારીયા સોલવન્‍ટ નારાયણનગરનો એ.સી.નો કારીગર બર્થડે ઉજવીને ઘરે જતો હતો ત્‍યારે બનાવઃ મિત્રને બાઇક અડાડી દેનારને ધ્‍યાન રાખવાનું કહેતાં રેલ્‍વે સ્‍ટેશન પાછળ લઇ જઇ બેફામ સિતમ ગુજારાયો : એક બહેન નીકળતાં બચાવવાની આજીજી કરતાં તેના કહેવાથી ગટીયો સહિતના ભાગી ગયાઃ યુવાન સારવાર માટે દાખલ થતાં આજીડેમ પોલીસે તપાસ શરૂ કરી

 

રાજકોટ તા. ૨૮: શહેરના કોઠારીયા સોલવન્‍ટ પાસે નારાયણનગરમાં રહેતાં અને એસી રિેપેરીંગ, ફીટીંગનું કામ કરતાં યુવાનને તે ગત રાતે પોતાના મિત્રો સાથે હોટેલમાં બર્થડે ઉજવીને બીજા મિત્રોથી છુટો પડી એક મિત્ર સાથે ઘરે જવા નીકળ્‍યો ત્‍યારે કોઠારીયા રેલ્‍વે સ્‍ટેશન પાસે બંને મિત્રો ફાકી ખાવા ઉભા ત્‍યારે એક બાઇક ચાલકે આ યુવાનના મિત્રના પગ પર બાઇકનું વ્‍હીલ ચડાવી દેતાં તેને ધ્‍યાન રાખવાનું કહેતાં બાઇકચાલકે ઝઘડો કરી યુવાનને રૈલવ્‍ે સ્‍ટેશન પાછળ લઇ જઇ ત્‍યાં બીજા શખ્‍સોને બોલાવી હાથ-પગ સિંદરીથી બાંધી, માથે કાળુ કપડુ ઓઢાડી સળીયાથી તેમજ ઢીકાપાટુનો માર મારી કોઇ મશીનથી વિજકરંટ આપતાં દેકારો મચી ગયો હતો. દરમિયાન કોઇ બે મહિલા ત્‍યાં આવતાં યુવાને બચાવવા માટે બૂમો પાડતાં મહિલાના કહેવાથી તેને જવા દેવાયો હતો. તે સારવાર માટે દાખલ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

જાણવા મળ્‍યા મુજબ નારાયણનગરમાં રહેતો યશ મનુભાઇ ત્રિવેદી (ઉ.વ.૨૨) નામનો યુવાન રાતે બારેક વાગ્‍યે કોઠારીયા રેલ્‍વે સ્‍ટેશન પાસે હતો ત્‍યારે આ વિસ્‍તારના ગટીયો અને અજાણ્‍યા શખ્‍સોએ ઢીકાપાટુનો માર મારી તેમજ સળીયાથી માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, મહેશભાઇ જોગડા, ધર્મેન્‍દ્રભાઇ, ધર્મેશભાઇ અને પરેશભાઇએ આજીડેમ પોલીસને જાણ કરી હતી હતી.

હોસ્‍પિટલના બિછાનેથી યશ ત્રિવેદીએ જણાવ્‍યું હતું કે હું એ.સી. રિપેરીંગ અને ફીટીંગનું કામ કરુ છું. રવિવારે મારો બર્થડે હોઇ હું મિત્રોને લઇને હોટેલમાં જમવા, ઉજવણી કરવા ગયો હતો. બાદમાં રાતે બારેક વાગ્‍યે બીજા મિત્રો છુટા પડી ગયા હતાં અને હું તથા એક મિત્ર લક્ષ્ય મહેશભાઇ હડીયલ (ઉ.વ.૧૮) ઘરે જવા નીકળ્‍યા હતાં. રેલ્‍વે સ્‍ટેશન પાસે ફાકી ખાવા ઉભા રહ્યા ત્‍યારે એક આરવન બાઇકનો ચાલક આવ્‍યો હતો અને મિત્ર લક્ષ્યની બાજુમાંથી બાઇક હંકારતા તેના પગમાં વ્‍હીલ આવી ગયું હતું. આથી મેં અને લક્ષ્યએ બાઇકચાલકને ધ્‍યાન રાખવાનું કહેતાં તેણે ઝઘડો ચાલુ કર્યો હતો. એ દરમિયાન બીજા શખ્‍સોએ આવી લક્ષ્ય સાથે માથાકુટ ચાલુ કરતાં અને શું કામ ડખ્‍ખો કરો છો? તેમ કહેતાં તેણે તું રેલ્‍વે સ્‍ટેશન પાછળ આવ એટલે તને જણાવશું. તેમ કહી મને અને મિત્રને ખેંચતા મેં મિત્રને છોડી દેવાનું કહેતાં એ લોકો મને રેલ્‍વે સ્‍ટેશન પાછળ લઇ ગયા હતાં.ે

ત્‍યાં અગાઉથી બીજા પાંચ છ શખ્‍સો હતાં. આ બધાએ મને પકડીને સિંદરીથી મારા હાથ-પગ બાંધી દીધા હતાં અને બાદમાં સળીયાથી ઘા ફટકારતાં પગમાં, ગરદન પર ઇજા થઇ હતી. બેફામ ઢીકાપાટુ પણ મને માર્યા હતાં. હું દેકારો કરતો હોઇ મને માથે કપડુ ઓઢાડયું હતું તે બાદમાં કાઢી લીધુ હતું. તેમજ કોઇ મશીન વડે મને વિજકરંટ પણ આપ્‍યા હતાં. આ પછી એક બહેન જે આ વિસ્‍તારના જ હતાં અને આ શખ્‍સોને ઓળખતા હતાં તેની સામે મેં બચાવવાની આજીજી કરતાં એ બહેનના કહેવાથી આ બધાએ મને છોડી દીધો હતો. બાદમાં મેં મિત્રને જાણ કરી હતી અને પરિવારજનોને પણ જાણ કરતાં મને હોસ્‍પિટલે લઇ આવ્‍યા હતાં. તેમ યશે વધુમાં કહ્યું હતું. મારામારી કરનારાઓમાં એકનું નામ ગટીયો હોવાનું અને તે મુસલમાન હોવાનું યશને જાણવા મળ્‍યું હતું. પોલીસે આ બનાવમાં ખરેખર શું બન્‍યું? તેની તપાસ પોલીસે હાથ ધરી છે. (૧૪.૬)

(3:12 PM IST)