<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th July 2025

સરધાર, શાપર, પાટડીમાં પાંચ દુકાનોમાં કાલાવડની સપના અને તેના પિતા બચુએ ચોરીઓ કરી'તી

એલસીબી ઝોન-૧ ટીમે દિકરીને આજીડેમ ચોકડી રવિવારીમાંથી રોકડ સાથે પકડી, બાપની શોધખોળ : બાપ રિક્ષા લઇ દૂર ઉભો રહેતો, દિકરી ચોરી ભિક્ષાવૃતિના બહાને આવી ચોરી કરી લેતીઃ સરધારમાં દૂકાન, મેંગો માર્કેટમાં ઓફિસમાં, શાપરમાં ચપ્‍પલની દૂકાનમાંથી, ગેરેજમાંથી અને પાટડીમાં પણ દૂકાનમાંથી રોકડ ચોરી હતીઃ ૧.૭૪ લાખ કબ્‍જેઃ એએસઆઇ મનરૂપગીરી ગોસ્‍વામી, હેડકોન્‍સ. હિતેષભાઇ પરમાર, કોન્‍સ. રવિરાજભાઇ પટગીરેની બાતમીઃ પીએસઆઇ બી. વી. ચુડાસમા અને ટીમની કાર્યવાહી

 

રાજકોટ તા. ૨૮: શહેરના નવાગામ મેંગો માર્કેટની ઓફિસમાં, સરધારમાં એક દૂકાનમાં તેમજ શાપરમાં બે દૂકાન અને સુરેન્‍દ્રનગર પાટડીમાં એક દૂકાનમાં થયેલી લાખોની રોકડ ચોકીઓનો ભેદ શહેર એલસીબી ઝોન-૧ ટીમે ઉકેલી કાલાવડમાં રહેતી એક યુવતિને પકડી લીધી છે. જ્‍યારે તેના પિતાનું નામ ખુલતાં તેની શોધખોળ થઇ રહી છે. પિતા-પુત્રી બંને સાથે રિક્ષા લઇ ચોરીઓ કરવા નીકળતાં હતાં. પિતા રિક્ષા લઇ દૂર ઉભો રહેતો હતો અને પુત્રી ભિક્ષાવૃતિના બહાને જે તે દૂકાનમાં ઘુસી નજર ચુકવી રોકડ ચોરી લેતી હતી. પોલીસે તેની પાસેથી ૧ લાખ ૭૪ હજારની રોકડ કબ્‍જે કરી છે.

જાણવા મળ્‍યા મુજબ શહેર એલસીબી ઝોન-૧ ટીમ ચોરીઓના ગુના ઉકેલવા તપાસમાં હતી ત્‍યારે એએસઆઇ મનરૂપગીરી ગોસ્‍વામી, હેડકોન્‍સ. હિતેષભાઇ પરમાર અને કોન્‍સ. રવિરાજભાઇ પટગીરને બાતમી મળી હતી કે દૂકાનોમાં ઘુસી નજર ચુકવી ચોરી કરતી એક યુવતિ અને તેનો પિતા આજીડેમ પાસે રવિવાર બજારમાં આવ્‍યા છે. આ બાતમી પરથી ત્‍યાં પહોંચતા બાતમી મુજબની યુવતિ હાથમાં આવી ગઇ હતી પણ તેનો પિતા ભાગી ગયો હતો.

મહિલા પોલીસને સાથે રાખી આ યુવતિની પુછતાછ કરતાં પોતાનું નામ સપના બચુભાઇ ઉર્ફ જાડો સાડમીયા (ઉ.વ.૨૪-રહે. કાલાવડ રણુજા ચોકડી) જણાવ્‍યું હતું. તેની તલાસી લેતાં તેની પાસેથી ૧,૭૪,૦૦૦ની રોકડ મળી આવી હતી. આ રોકડ બાબતે પુછતાછ કરતાં ગલ્લા તલ્લા કર્યા બાદ તેણે અને તેના પિતા બચુ ઉર્ફ જાડો રમુભાઇ સાડમીયા સાથે મળી પાંચ ચોરીઓ કર્યાનું કબુલ્‍યું હતું. તેણીએ પુછતાછમાં જણાવ્‍યું હતું કે સરધારમા એક દુકાનમાથી ૨,૨૫,૦૦૦ની રોકડ, નવગામ મેંગો માર્કેટમા એક ઓફિસમાંથી રૂા. ૩૦ હજાર, શાપરમાં એક ચપ્‍પલની દુકાનમાથી રૂા. ૧,૫૦,૦૦૦ની અને બીજા એક ગેરજમાંથી રૂા. ૨૦ હજારની અને સુરેન્‍દ્રનગર પાટડીમાંથી એક દૂકાનમાથી રોકડની ચોરી કરી હોવાનુ઼ કબુલ્‍યું હતું.

સપનાએ એવુ પણ કબુલ્‍યું હતું કે પોતે જુના વાળ વીણવાની સાથે ભિક્ષાવૃતિ કરે છે. તેનો પિતા બચુ ઉર્ફ જાડો રિક્ષા હંકારે છે.  પિતા-પુત્રી બંને રિક્ષા લઇને નીકળતાં, પિતા રિક્ષા લઇ દૂર ઉભો રહેતો અને પોત ેજે તે દૂકાને ભિક્ષાવૃતિ કરવાના બહાને જઇ વેપારી, દૂકાનદારની નજર ચુકવી રોકડ ચોરી લેતી  હતી પછી પિતા-પુત્રી રિક્ષામાં બસી ભાગી જતા હતા. રવિવારી બજારમાં પણ બંને હાથેફેરો કરવા આવ્‍યા હતા. પણ અહિ કસબ અજમાવે એ પહેલા એલસીબી ઝોન-૧ન હાથે તે પકડાઇ ગઇ હતી.

પોલીસ કમિશનર બ્રજેશકમાર ઝા, જેસીપી મહન્‍દ્ર બગડીયા, ડીસીપી સજ્જનસિંહ પરમારની સુચના ર્અંતર્ગત પીએસઆઇ બી.વી. ચુડાસમા, એએસઆઇ મનરૂપગીરી ગોસમી, હરેશભાઇરમાર, હેડકોન્‍સ. હિતેષભાઇ પરમાર, જગદીશસિહ પરમાર, કોન્‍સ.રવિરાજભાઇ પટગીર, મહિલા કોન્‍સ. ધર્મિષ્‍ઠાબેન જાદવે આ કામગીરી કરી હતી. (૧૪.૭)

(11:38 AM IST)