<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th July 2025

હીરાસર એરપોર્ટ પર પ્રાયવેટની જેમ કેબને પણ ફ્રી પાર્કિંગ આપો : અથવા નોમીનલ ચાર્જ લ્‍યો

ડ્રાઇવર લોન્‍જ ખૂલ્લુ મુકો : રાજકોટ-જામનગર કેબ એસો.નું કલેકટરને આવેદન

રાજકોટ, તા. ર૮ : રાજકોટ-જામનગર કેબ એસો.એ કલેકટરને આવેદન પાઠવી રાજકોટ હીરાસર ઇન્‍ટરનેશન એરપોર્ટમાં ફ્રી પાર્કિંગ, કેન્‍ટીન, ડ્રાઇવર લોંજ વિગેરે બાબતે રજુઆત કરી હતી.

આવેદનમાં ઉમેર્યુ હતું કે અમોએ અગાઉ તા. ર૭-પ-ર૦રપ ના રોજ આપેલ આવેદન પત્રમાં નવ મુદ્દાઓ જણાવેલ જેમાના (૧), (ર) મુદ્દો અમોને તંત્ર સાથે રહીને લેખિતમાં સમાધાન કરાવેલ છે અને પોલીસ તંત્ર દ્વારા પી-અપ પોઇન્‍ટ પર પોલીસ તંત્ર દ્વારા અમોને આપવામાં આવેલ પોલીસ રક્ષણ બદલ પોલીસ તંત્ર અને આપનો આભાર વ્‍યકત કરીએ છીએ.

વધુમાં ઉમર્યુ હતું કે અમારા એસોશીએશનની ગાડીઓ હીરાસર એરપોર્ટની અંદર ફ્રી પાર્કિંગ મળે તે માટેની માંગ અમો આપની પાસે કરીએ છીએ અથવા નોમીનલ ચાર્જમાં અમોને પાર્કિંગની સુવિધાઓમાં આવે તેવી માંગ કરીએ છીએ.

પાર્કિંગ અંદર ડ્રાઇવર લોન્‍જ આવેલ છે જે હજુ સુધી ખુલ્લુ મુકેલ નથી તો અમારા આવેદનથી ખુલ્લુ મુકાવી આપવા અરજ છે.

(2:59 PM IST)