તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 28th July 2025
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સર્જ્યો ઐતિહાસિક વિક્રમ : ૨૪ વર્ષના લાંબા શાસન સાથે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા

રાજકોટઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન તરીકે સળંગ ૨૪ વર્ષનું લાંબુ શાસન કરીને દેશ અને દુનિયામાં ન ભૂતો ન ભવિષ્યતિ વિક્રમ સ્થાપિત કર્યો છે, તેમ સૌરાષ્ટ્ર ભાજપના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું. તેમણે આ ઐતિહાસિક સિદ્ધિ બદલ વડા પ્રધાન મોદીને સૌરાષ્ટ્રવાસી જનતા વતી હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.
લોકપ્રિયતા અને શાસનકાળના વિક્રમોઃ રાજુભાઈ ધ્રુવે જણાવ્યું કે, વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ત્રીજી વાર ચૂંટાઈને દેશમાં સૌથી વધુ સમય સત્તા ઉપર રહેનારા બીજા ક્રમના વડાપ્રધાન બની ઇતિહાસ સર્જ્યો છે. તેમણે ૪૦૭૮ દિવસ સફળતાપૂર્વક પૂર્ણ કરી શ્રીમતી ઇન્દિરા ગાંધીને પાછળ રાખ્યા છે.
અમેરિકાની ર્મોનિંગ કન્સલ્ટ કંપનીના સર્વે મુજબ, વિશ્વના ૨૦ અગ્રણી દેશોના વડાઓમાં ૭૫% લોકપ્રિયતા સાથે મોદીજી પ્રથમ ક્રમે છે, જે ભારત માટે ગૌરવની વાત છે. વિશ્વના અનેક દેશોએ તેમને સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કારો આપી ભારત પ્રત્યે સન્માન દર્શાવ્યું છે.
ઐતિહાસિક સિમાચિホો અને વિકાસઃ મોદીજી સ્વતંત્રતા પછી જન્મેલા પ્રથમ અને એકમાત્ર વડાપ્રધાન છે. તેઓ બિન-કોંગ્રેસી હોવા છતાં સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા એકમાત્ર વડાપ્રધાન છે. પં. જવાહરલાલ નેહરુ સિવાય, તેઓ લોકસભાની સતત ત્રણ ચૂંટણીઓ જીતનારા એકમાત્ર વડાપ્રધાન છે, જે પહેલા તેમણે ગુજરાત વિધાનસભાની સળંગ ત્રણ ચૂંટણીઓ પણ જીતી હતી.
રાજુભાઈ ધ્રુવે ભારપૂર્વક જણાવ્યું કે, મોદીજીના નેતળત્વમાં ભાજપ સરકારે જાતિવાદ, પરિવારવાદ અને તુષ્ટિકરણને નાબૂદ કરીને વિકાસવાદ અને રાષ્ટ્રવાદને અપનાવ્યો છે. છેલ્લા ૧૧ વર્ષમાં દેશમાં થયેલા વિકાસ અને લોકકલ્યાણ કાર્યોમાં તેમનો પ્રભાવ સ્પષ્ટ દેખાય છે. શહેરો અને ગ્રામ્ય વિસ્તારોની કાયાપલટ આઝાદીના ૭૮ વર્ષમાં સૌથી વધુ પ્રમાણમાં થઈ છે.
રાષ્ટ્ર નિર્માણ માટે અવિરત પ્રયાસોઃ વડાપ્રધાન મોદી રાષ્ટ્ર પ્રથમની ભાવનાથી એક ભારત શ્રેષ્ઠ ભારત, આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે એક પણ દિવસની રજા લીધા વિના પોતાનો સમય અને શક્તિ દેશના ૧૪૦ કરોડ લોકોના ઉત્થાન માટે ઉપયોગ કરી રહ્યા છે. મુખ્યમંત્રી તરીકેના ૧૩ વર્ષથી વધુ અને વડાપ્રધાન તરીકેના ૧૧ વર્ષ ઉમેરીએ તો, તેમણે એકધારા ૨૪ વર્ષથી શાસન કરનારા રાજપુરુષ તરીકે અદ્ભુત ઇતિહાસ સર્જ્યો છે.
રાજુભાઈ ધ્રુવે અંતમાં વિશ્વાસ વ્યક્ત કર્યો કે વડાપ્રધાન મોદી દેશને વિકસિત રાષ્ટ્ર બનાવી અગ્રિમ રાષ્ટ્રોની હરોળમાં મુકશે. તેમણે ભારતીય લોકશાહીના ઇતિહાસમાં સૌથી વધુ લોકપ્રિયતા મેળવવા બદલ વડાપ્રધાન મોદીને કોટિ કોટિ અભિનંદન અને શુભકામનાઓ પાઠવી હતી.

(3:01 PM IST)










