<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th July 2025

શિક્ષણ ક્ષેત્રે સુશાસનઃ શિક્ષણાધિકારીને એવોર્ડ અપાશે

૪ સભ્‍યોની સમિતિ નિયત માપદંડના આધારે મૂલ્‍યાંકન કરી પ્રાથમિક-માધ્‍યમિકના એક-એક અધિકારી પસંદ કરશે

રાજકોટ તા. ર૮: રાજય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ ક્ષેત્રે ઉત્‍કૃષ્‍ટ કામગીરી કરનારા શિક્ષણાધિકારીઓને સુશાસનનો શ્રેષ્‍ઠ અધિકારી તરીકેનો એવોર્ડ આપવાનું નકકી થયું છે. કામગીરીના સર્વગ્રાહી મૂલ્‍યાંકન માટે વિભાગના અગ્રસચિવની અધ્‍યક્ષતામાં સમિતિ બનાવવામાં આવી છે. સમગ્ર રાજયમાં બે શિક્ષણાધિકારીઓને એવોર્ડ અપાશે. જેમાં એક માધ્‍યમિક વિભાગના શિક્ષણાધિકારી અને એક પ્રાથમિક (ગ્રામ્‍ય) વિભાગના શિક્ષણાધિકારીનો સમાવેશ થાય છે. સન્‍માન સ્‍વરૂપે રોકડ રકમ અને પ્રમાણપત્ર અપાશે.

બેસ્‍ટ કલેકટર અને ડી.ડી.ઓ.ને એવોર્ડ આપવાની પ્રથા છે પણ શિક્ષણ ક્ષેત્રે એવોર્ડનો પ્રયોગ પ્રથમવાર થઇ રહ્યો છે તે અંગેનો ઠરાવ પણ થોડા દિવસ પૂર્વે પ્રસિધ્‍ધ થઇ ગયો છે.

શિક્ષણાધિકારીએ વહીવટી વડા તરીકે કરેલી કામગીરી ઉપરાંત વિદ્યાર્થીઓને ઉપયોગી ઉપરાંત વિદ્યાર્થીઓને ઉપયોગી ઇતર પ્રવૃતિ, શિક્ષણનું સ્‍તર ઉંચુ લાવવા માટેના પ્રયાસો, ડ્રોપ આઉટ રેસીયો, શાળાઓનું પરિણામ શિષ્‍યવૃતિ વિતરણ વગેરે બાબતો ધ્‍યાને ૧૦૦ ગુણ આધારિત વાર્ષિક મૂલ્‍યાંકન થશે. શિક્ષણાધિકારીએ કરેલી વિશીષ્‍ટ કામગીરી પણ ધ્‍યાને લેવામાં આવશે.

સમગ્ર રાજયના પ્રાથમિક અને માધ્‍યમિક શિક્ષણાધિકારીની કામગીરીના ૪ સભ્‍યોની સમિતિ દ્વારા લેખાજોખા થયા બાદ તેની ભલામણના આધારે એવોર્ડ માટે પસંદગી થશે. પ્રથમ એવોર્ડ વર્ષ ર૦રપ-ર૬ના વર્ષમાં અપાશે. આ એવોર્ડ શિક્ષણ ક્ષેત્રની ઉન્‍નતિ અને અધિકારીના વ્‍યકિતગત વિકાસ માટે ઉપયોગી થશે.

(5:22 PM IST)