<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th July 2025

ઈસરો દ્વારા આત્‍મિય યુનિવર્સીટીમાં વિક્રમ સારાભાઈ અવકાશ પ્રદર્શન

તા.૧ થી ૩ ઓગસ્‍ટ સુધી આયોજનઃ પીએસએલવી, જીએસએલવી, ઈન્‍સેટ વિગેરે મોડેલ સાથે લાઈવ ડેમોઃ ઈસરોના વૈજ્ઞાનિકોની ટીમ પણ રાજકોટ આવશેઃ ‘સ્‍પેસ ઓન વ્‍હીલ્‍સ' આકર્ષણ જમાવશેઃ વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્‍પર્ધાઃ વિજ્ઞાનપ્રેમીઓને આમંત્રણ

રાજકોટઃ થાપર જીલ્‍લાના વિદ્યાર્થીઓ, અધ્‍યાપકો અને અજકાળા વિજ્ઞાનમાં રસ ધરાવતા જળામુખઓના સાતમાં વધારો થાય તેવું અનોખું વિક્રમ સારાભાઇ અવકાશ પ્રદર્શન ઇન્‍ડિયન સ્‍પેસ રીસર્ચ ઓર્થનાઈટેશન (ઈસરો), કીસ એપ્‍લીકેશન સેન્‍ટર અને આત્‍મીય ગ્રુપ ઓફ ઈન્‍સ્‍ટીટયુશન્‍સના સંયુક્‍ત ઉપક્રમે યોજાઈ રહ્યું છે. આગામી તા. ૧ ની ૩ ઓગસ્‍ટ ૨૯૫ દરમિયાન આ મીય યુનિવર્સિટી પરિસર ખાતે યોજાનાર આ વિશિષ્ટ પ્રદર્શનમાં વિવિધ પ્રકારના પ્રોજેક્‍ટસ રજુ થવાના છે.

આ વિજ્ઞાન પ્રદર્શનમાં ઈસરો દ્વારા રીમોટ સેન્‍સીંગ અને કોમ્‍યુનિકેશન સેટેલાઈટસનાં મોડેલ્‍સ, તેની કાર્યરીતી, ચંદ્રાયન-૧ અને માર્સ મિશનનાં મોડેલ્‍સ, માર્સ મિશનથી પ્રાપ્ત થયેલ તસ્‍વીરો, PSLV અને GSLVનાં મોડલ્‍સ તેમજ INSAT, IRS OCM, આર્યભટ્ટ, RISAT વગેરેનાં મોડેલ્‍સ પ્રદર્શિત કરાશે.  આ ઉપરાંત પૃથ્‍વીની ભ્રમણકક્ષામાં ઉપગ્રહોના ભ્રમણનું વિર્કંગ મોડેલ, વિવિધ વિડીયો ડોક્‍યુમેન્‍ટરીઝ, રોકેટ્‍સ અને ઉપગ્રહોના સ્‍પેરપાર્ટસ વગેરે પણ પ્રદર્શિત કરવામાં આવનાર છે. સ્‍પેસ ઓન વ્‍હીલ્‍સ' આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓના આકર્ષણનું કેન્‍દ્ર બની રહેશે. ઈસરો દ્વારા ભવિષ્‍યમાં હાથ ધરવામાં આવનારા અવકાશ અભિયાનો અંગે તલસ્‍પર્શી માહિતી આપવામાં આવશે. આ પ્રદર્શનમાં 'ઈસરો'ના નામાંકિત વૈજ્ઞાનિકો અને ઈજનેરો ઉપસ્‍થિત રહીને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે. ‘ઇસરો'માં કેરિયર બનાવવા ઈચ્‍છતા વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શનની વ્‍યવસ્‍થા કરાઈ છે. ઈસરોના વરિષ્ઠ વૈજ્ઞાનિકો ત્રણેય દિવસ ઉપસ્‍થિત રહેવાના છ.ફ

તા.૧ થી ૩ ઓગસ્‍ટ ત્રણ દિવસ માટે યોજાઈ રહેલા આ અનોખા પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રોજેટ્‍સ રજુ કરવામાં આવશે. જેમાં ઘણા પ્રોજેક્‍ટસમાં વર્કિગ મોડેલ્‍સ પ્રદર્શિત કરાયાં છે. જાહેર જનતા માટે આ પ્રદર્શન સવારે ૯ થી ૫ સુધી ખુલ્‍લું સહેશે.

આ વિજ્ઞાન પ્રદર્શનનો ઉદઘાટન સમારોહ તા. ૧ ઓગસ્‍ટે સવારે ૯  કલાકે યોજાશે જેમાં જાણીતા ખગોળવિદ પ્રો. જે.જે. રાવળ, આત્‍મીય યુનિવર્સિટીના અધ્‍યક્ષ ત્‍યાગવલ્‍લભ સ્‍વામી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. ઉત્‍પલ જોશી, આત્‍મીય યુનિવર્સિટીના કુલપતિ ડો.રાકેશકુમાર મુદગલ, ગુજરાત વિદ્યાપીઠના પૂર્વ કુલપતિ પ્રો. અનામિક શાહ અને જીલ્‍લા શિક્ષણાધિકારી દીક્ષિત પટેલ ઉપસ્‍થિત રહેશે.

‘આત્‍મીય યુનિવર્સિટી'ના અધ્‍યક્ષ ત્‍યાગવલ્‍લભ સ્‍વામીના જણાવ્‍યા પ્રમાણે વિજ્ઞાન પ્રદર્શનમાં રજુ થતા વિવિધ પ્રોજેક્‍ટસને કારણે વિદ્યાર્થીઓ વિજ્ઞાનમય બને છે સાથેસાથે તેમની અંતરિક શક્‍તિને અભિવ્‍યક્‍ત થવાની તક સાપડે છે. વિદ્યાર્થીઓ આ પ્રકારના આયોજનમાં નવી નવી ટેકનીક્‍સથી માહિતગાર થશે તો તેમને નવું વિચારવાની, નવું કરવાની દિશા મળશે. ઈસરો દ્વારા પ્રદર્શિત થનારાં મોડેલ્‍સને કારણે ભારતના , અ અવકાશ કાર્યક્રમ અંગે અભ્‍યાસક્રમમાં આવતી વાત તાદ્રશ્‍ય જોવાની તક સહુને સાંપડશે. તેમ જણાવાયું છે

ઈસરો અને નાસા વચ્‍ચેની સહયોગ સમજૂતીને કારણે તાજેતરમાં જ ભારતીય અવકાશયાત્રી શુભાશુ શુક્‍લ અવકાશ ભ્રમણ કરીને પરત ફર્યા છે ત્‍યારે સામાન્‍ય જનતામાં પણ ભારતના અવકાશ કાર્યક્રમ અંગે જાગૃતિ અને જાણવાની ઉત્‍સુકતા વધી છે ત્‍યારે આ અવકાશ પ્રદર્શન વધુ પ્રાસંગિક બની રહેશે.

આયોજનને સફળ બનાવવા માટે આત્‍મીય યુનિવર્સિટીના રજીસ્‍ટ્રાર ડો. દિવ્‍યાંગ વ્‍યાસ, પ્રિ. સંજય પંડયા, સ્‍વસ્‍તિકદીદી, ડો. આશિષ કોઠારી સહિતના સ્‍ટાફ અને વિદ્યાર્થીઓ સેવારત રહ્યાં છે. વિશેષ માહિતી માટે હિરેન કાવઠીયા (૯૬૨૪૮ ૯૫૧૪૦) અને સુરેશ જસાણી (૯૮૨૪૪ ૪૪૮૫૧)ઈન્‍દ્રજીત જાડેજાનો સંપર્ક સાધવા જણાવવામાં આવ્‍યું છે. વિદ્યાર્થીઓને અને જાહેર જનતાને આત્‍મીય યુનિવર્સિટી પરિસરમાં યોજાયેલ આ વિજ્ઞાન પ્રદર્શન નિહાળવા માટે તેમજ યોજાનાર સ્‍પર્ધાઓમાં ભાગ લેવા માટે આત્‍મીય પરિવારે જાહેર નિમંત્રણ પાઠવ્‍યું છે.

(5:16 PM IST)