તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 28th July 2025
રાજકોટ પ્ર.નગર પી.આઇ.ને ગુમ થયેલ મુદામાલ ૬૦ દિવસમાં વર્તમાન બજાર કિંમતને ચૂકવી આપવા અદાલતનો આદેશ
૧૯૯૮માં ગુમ થયેલ સોનાના દાગીનાઓ પરત મેળવવાના કેસમાં મહત્વનો ચુકાદો : કોર્ટે ૧૦ હજારની કોષ્ટ ફટકારી જીલ્લા કાનુની મંડળમાં રકમ જમા કરાવવા આદેશ

રાજકોટ તા.૨૮: રાજકોટના મહે. એડી. ચીફ જયુડી. મેજી. સાહેબે વર્ષ - ૧૯૯૮ ના ગુન્હામા ગુમ થયેલા મુદામાલ સબંધે ઐતિહાસિક ચુકાદો આપી પ્રધ્યુમનનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટરને ગુમ થયેલા મુદામાલની વર્તમાન બજાર કિંમત ૬૦ દિવસમા ચુકવી આપવા તથા રૂા. ૧૦,૦૦૦/- કોસ્ટ સ્વરૂપે જીલ્લા કાનુની સેવા સત્તા મંડળમા ચુકવવા આદેશ ફરમાવેલ છે.
બનાવની વિગત એવી છે કે જંકશન પ્લોટ વિસ્તારમાં રહેતા મળદુલાબેન અરવિંદભાઈ ઠાકર ધ્વારા તેઓના ઘરે થી (૧)સોનાનો હાર, બલ ચગદાવાળો, (૨) સોનાના પાટલાઓ, (૩) સોનાને ચેઈન, (૪) સોનાનુ મંગળસુત્ર, (૫) સોનાની બંગડીઓ, (૬) સોનાની માળા કંઠી ટાઈપની વિગેરે ચીજ-વસ્તુઓ ચોરી થયા સબંધેની ફરીયાદ હઠીકતો જાહેર કરેલ, ત્યારબાદ તપાસના કામે પ્ર. નગર પો. સ્ટે. ના તપાસનીશ અધિકારીશ્રી ધ્વારા તપાસના કામે તહોમતદારની ધરપકડ કરી ૨૦૧ ગ્રામ ૪૦ મી.ગ્રા. નો સોનાનો ઢાળીયો કબ્જે કરવામા આવેલ હતો.
સદર સોનાને ઢાળીયો મેળવવા માટે અરજદાર મળદુલાબેન ઠાકર એ રાજકોટના મહે. એડી. ચીફ જયુડી. મેજી.ની કોર્ટ સમક્ષ અરજી કરતા કોર્ટ ધ્વારા કબ્જે થયેલ મુદામાલ કાયમ માટે તેના માલિક મળદુલાબેન ઠાકરને સોપવાનો હુકમ તા.૧૮/૦૫/૨૦૨૪ ના રોજ ફરમાવેલ હતો. ઉપરોકત હુકમ થયા બાદ અરજદાર ધ્વાર મુદામાલ પરત મેળવવા માટે પો. સ્ટે. મા કાર્યવાહીઓ કરતા તેઓને મુદામાલ પરત મળેલ ન હતો. જેથી અરજદાર ધ્વારા રાજકોટના એડી. ચીફ જયુડી. મેજી. સાહેબની કોર્ટમાં નામ. કોર્ટના હુકમનુ પાલન થયેલ ન હોવા સબંધેની તથા મુદામાલ પરત અપાવવા માટેની કાર્યવાહીઓ કરેલ હતી,
આ કાર્યવાહી દરમ્યાન પ્રધ્યુમનનગર પો. સ્ટે. ના પોલીસ ઈન્સપેક્ટરશ્રી હાજર રહેલ અને મુદામાલ કસ્ટડી માંથી ગાયબ હોય જે સબંધેની પ્રથમ જાણવા જોગ નોંધ કરાયેલ ત્યારબાદ પ્રધ્યુમનનગર પો. સ્ટે. ધ્વારા આ મુદામાલ ગુન્હાહિત વિશ્વાસધાત કરી દુર્વિનય થયેલ હોય તથા અંગત ઉપયોગમાં લેવાયેલ હોય જે સબંધેનો ગુન્હો અવસાન પામી ગયેલા પુર્વ પોલીસ કર્મચારી વિરૂધ્ધ રજીસ્ટિર કરવામા આવેલ હતો.
અરજદાર ધ્વારા તેઓના એડવોકેટ મારફતે રજુઆત કરવામા આવેલ હતી કે, . કોર્ટ ધ્વારા મુદામાલ અરજદારને સુપ્રત કરવાનો આદેશ ફરમાવેલા હોવા છતા તેઓને મુદામાલ પરત કરવામા આવેલ નથી તેમજ પોલીસ દ્વારા નામ. કોર્ટના આદેશનું પાલન કરવામાં આવેલ ન હોય, તેમજ જે ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ છે તે પણ અવસાન પામી ગયેલા વિરૂધ્ધ કરવામા આવેલ છે, જેથી અરજદારને વળતર સહિતની દાદો અપાવવા માટે લંબાણ પુર્વકની રજુઆતો કરેલ હતી.
અરજદાર તરફે થયેલ રજુઆતને લક્ષમા લઈ કોર્ટ ઘ્વારા પ્રધ્યુમનનગર પો. સ્ટે. ના પોલીસ ઈન્સપેકટરશ્રીને કબ્જે થયેલ મુદામાલની વર્તમાન બજાર કિંમત દિવસ - ૬૦ મા ચુકવવા તથા જે ચુકવવામાં ન આવે તો પોલીસ ઈન્સપેક્ટરશ્રી પ્રધ્યુમનનગર પો. સ્ટે.ની મિલ્કતમાંથી વળતર મેળવવા અરજદાર હકકદાર રહેશે તેવું ઠરાવી રૂા.૧૦,૦૦૦/- કોસ્ટ સ્વરૂપે જીલ્લા કાનુની સેવા સત્તા મંડળમા ચુકવવાનો આદેશ ફરમાવેલ હતો.
આ કામમા અરજદાર તરફે એડવોકેટ તરીકે નિશાંત એમ. જોષી, કૈલાશ જે. જાની, ગૌરવ ચનીયારા તથા મદદમા વિક્રમ નાડાર, રાહુલ પરમાર રોકાયેલ હતા.
(3:31 PM IST)










