News of Monday, 28th July 2025
વકીલો અને પોલીસને ન્યાય સુસંગત પ્રશ્નોમાં હકારાત્મક અભિગમ અપનાવવા ગૃહમંત્રીની અપીલ

રાજકોટ, તા. ર૮ : તાજેતરમાં જ સરકારદ્વારા જે નવો અભિગમ દાખવવામાં આવેલ છે તેમાં સમાજમાં લો-ેએન્ડ ઓર્ડરનું પાલન થાય તથા નાનામાં નાના વર્ગને ન્યાય મળે તથા આ પ્રણાલિકામાં સોસાયટીમાં પોલીસ અને એડવોકેટોનો પણ રોલ રહેલો હોય તેવા ઉમદા હેતુથી રાજકોટ સર્કિટ હાઉસમાં ગુજરાત રાજયના ગળહમંત્રીહર્ષ સંઘવી સાથે રાજકોટ બાર એસો.ના વકીલોની મીટીંગ મળેલ હતી.
આ મીટીંગમાં એડવોકેટ અને પોલીસ વચ્ચે વિચાર-વિમર્શ કરીને સમાજના હીતમાં પ્રશ્નનું નિરાકરણ આવે તથા એકબીજાને માન-સન્માનથી પ્રશ્નો ઉકેલ લાવવા તથા હકારાત્મક અભિગમ દાખવવાના હેતુથી મીટીંગ મળેલ જેમાં ટ્રાફિકને લગતા તેમજ વિવિધ કાયદાઓને લગતા પ્રશ્નોની ચર્ચા-વિચારણા થયેલ અને તેમાં એડવોકેટ અને પોલીસ પોતાનો હકારાત્મક અભિગમ દાખવી એક ઉત્કળષ્ટ સોસાયટી બને અને દરેક નાગરીકને જે સમાનતાનો અધિકાર મળેલ છે તેનું રક્ષણ થાય તે માટેની ચર્ચા-વિચારણા કરવામાં આવેલ.
આ તબકકે બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયાના મેમ્બર તથા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પૂર્વ ચેરમેન દિલીપભાઈ પટેલ, રાજકોટ બાર એશોસીએશનના પ્રમુખ પરેશ મારૂ, ઉપપ્રમુખસુમિત વોરા, સેક્રેટરીસંદિપ વેકરીયા, જોઈન્ટ સેક્રેટરીજીતેન્દ્ર પારેખ, ટ્રેઝરરપંકજ દોંગા, લાઈબ્રેરી સેક્રેટરી કેતન મંડ, મહિલા એકઝીકયુટીવ મેમ્બર રક્ષાબેન ઉપાધ્યાય, કારોબારી સભ્યો સર્વપ્રગતિબેન માકડીયા તુષારભાઈ દવે, નિકુંજભાઈ શુકલ, સંજયભાઈ ડાંગર, પરેશભાઈ પાદરિયા, અશ્વિનભાઈ રામાણી, કિશનભાઈ રાજાણી, મુનિસ સોનપાલ, હીરેનભાઈ ડોબરીયા, કિશન વાલવા, એડવોકેટ સર્વબિમલજની, રમેશભાઈ કથીરીયા, જી.એલ.રામાણી, વિજયભાઈ તોગડીયા, હિરેન વ્યાસ, વિમલ ડાંગર, ધર્મેશ સખીયા, કપીલ શુકલ, ગોપાલભાઈ ત્રિવેદી, એસ.ટી. જાડેજા, હસમુખભાઈ ગોહેલ, હિતેશભાઈ દવે, અભિષેક શુકલ, નિશાન જોષી, જયસુખ બારોટ, દિલીપ મહેતા, પ્રકાશસિંહ ગોહિલ, રવિ વાઘેલા, જયભારત ધામેચા સહિતના એડવોકેટો હાજર રહેલ.
(3:50 PM IST)










