<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th July 2025

યોગીન છનિયારાની પેનલના કાર્યાલયનો પ્રારંભઃ બાળાઓના હસ્‍તે દીપપ્રાગટય

 

રાજકોટઃગુર્જર સુતાર જ્ઞાતિની કારોબારી અને ટ્રસ્‍ટી મંડળની ચુંટણીમાં ઉમેદવાર યોગીન છનિયારાની પેનલના ચુંટણી કાર્યાલયનું ગઇકાલે રાત્રીના ગોંડલ રોડ પર આવેલ છનિયારા એન્‍જિ. પ્રા.લી. ખાતે ં બાળાઓના હસ્‍તે ઉદઘાટન કરવામાં આવ્‍યું હતું. તેમ એક યાદીમાં જણાવાયું છે. 

ગુર્જર સુતાર પ્રગતિ મંડળના પ્રમુખ રમણીકભાઇ પાટણવાડીયાએ યોગીનભાઇ છનિયારાએ ટુંકા વકતવ્‍યમાં કહયું કે, દસ વર્ષ પહેલા જીએચપી ગ્રુપ મંદિરમાં કાર્યરત હતી. ત્ર્યંબકભાઇ જોલાપરા કે જેઓ હાજર છે તેની રાહબરી હેઠળ ૩ વર્ષ પારદર્શક વહીવટ કરી અમે સત્તા સુપરત કરી હતી. આજે દસ વર્ષ પછી સમાજની વ્‍યાપક લાગણીનો સ્‍વીકાર કરી આપ સૌના સહકારથી ચુંટણી લડી રહયો છું. ત્‍યારે મારી પેનલને વિજેતા બનાવવા સમાજમાં જે થનગનાટ જાગ્‍યો છું. તે જોઇ ગદગદીત થઇ જવાય છે. સમાજનો આ પ્રેમ મને વિજય અપાવશે તે નિશ્ર્‌ચિત છે.

રાજકોટના ઇતિહાસમાં પ્રથમવાર ચુંટણી લડી રહેલા એકમાત્ર મહિલા ઉમેદવાર કિરણબેન વડગામાએ કહયું કે, યોગીનભાઇ છનિયારા ર૧મી સદીને ધ્‍યાનમાં રાખી ચાલી રહયા છે. અને સુથાર જ્ઞાતિ રાજકોટના ઇતિહાસમાં પ્રથમવાર ઉમેદવાર તરીકે મારા પર પસંદગી ઉતારી છે. તે મારા માટે જ નહીં રાજકોટની સુથાર સમાજની બહેનો માટે ગૌરવની વાત છે. આજેસ્ત્રી ધારે તો બધુ કરી શકે છે.સ્ત્રી શકિત જાગૃત થાય તો બહેનો સમાજ વિકાસમાં સારૂ યોગદાન આપી શકે છે. વિજેતા બનીને રાજકોટ સુથાર સમાજની બહેનો માટે ઉત્‍કર્ષના દ્યણા કામો કરવા કટીબદ્ધ છું. કાર્યક્રમનું સંચાલન અને આભારદર્શન રમણીકભાઇ પાટણવાડીયાએ કર્યું હતું.

ઉદઘાટન સમયે જ્ઞાતિના પૂર્વ અધ્‍યક્ષો ત્ર્યંબકભાઇ જોલાપરા, દામજીભાઇ અઘેરા, પૂર્વ ટ્રસ્‍ટીઓ ધીરૂભાઇ અંબાસણા, મનુભાઇ વીરમગામા, પૂર્વ પ્રમુખ સુર્યકાંત વડગામા, બીપીનભાઇ પંચાસરા, મનુભાઇ ભાલારા, મુકેશભાઇ પંચાસરા, વડગામા પરિવારના મોભી સંજયભાઇ વડગામા, વલ્લભભાઇ અંબાસણા, પરેશભાઇ સુરેલીયા, મહેમદાવાદીયા પરિવારના પ્રમુખ ખુશાલ મહેમદાવાદીયા, ખંભાયતા પરિવારના પ્રમુખ અશોકભાઇ ખંભાયતા, જીતુભાઇ વડગામા, ચિરાગભાઇ ગજજર એડવોકેટ તુષારભાઇ સોંડાગર, પ્રવીણભાઇ સોંડાગર, એડવોકેટ જયેશ માંડવીયા, વિરાટ ઔદ્યોગિક બેંક અને વિશ્રકર્મા ચેરીટેબલ ટ્રસ્‍ટના પ્રમુખ રસીકભાઇ વાદ્યસણા, ગુર્જર સુતાર પ્રગતિ મંડળના ઉપપ્રમુખ વિનુભાઇ ધાર્‌ ખજાનચી વિમલભાઇ ધારૈયા, મંત્રી શૈલેષભાઇ માંડવીયા, કારોબારી સભ્‍યો પ્રફુલભાઇ કળસારા, નીતિનભાઇ બકરાણિયા, મુકેશભાઇ ઉછડીયા, કારીગરઝોન.કોમ વાળા  કેતનભાઇ સરસેચા તેમજ કવિતાબેન છનિયારા, મીતાબેન સીતાપરા ઉપસ્‍થિત રહયા હતા.

કાર્યક્રમના સંચાલક રમણીકભાઇ પાટણવાડીયાએ યોગીન છનિયારાની પેનલ જાહેર કરી તમામનો પરિચય આપ્‍યો હતો. તેમ યાદીના અંતમાં જણાવાયું છે.

ગુર્જર સુતાર જ્ઞાતિ,રાજકોટ ઇલેકશન ર૦રપ(૧) અરવિંદભાઇ રતિલાલ ગજજર  ૯૪૨૭૨ ૦૭૧૨૧(ર) પ્રદિપભાઇ  રતિલાલ ગજજર, ૯૮૨૪૨ ૨૧૩૮૩(૩)જયેશભાઇ અરજણભાઇ મહેમદાવાદીયા ૯૮૭૯૯ ૬૨૬૨૨૪ (૪)અરવિંદભાઇ રામજીભાઇ ગંગાજળીયા ૯૫૭૪૧ ૧૦૧૨૩ (પ)પિયુષભાઇ હસમુખભાઇ અંબાસણા ૯૮૨૫૩ ૪૦૨૪૬ કારોબારી સમીતિઃ(૧) યોગીનભાઇ મનહરભાઇ છનીયારા ૯૮૨૫૦ ૭૫૦૨૩(ર) સંદિપભાઇ વૃજલાલ અંબાસણા ૯૯૧૩૦ ૮૩૯૪૭(૩)અલ્‍પેશભાઇ પ્રભુદાસ ખંભાયતા ૯૮૯૮૭ ૦૦૨૦૦(૪) અલ્‍પેશભાઇ ભૂપતલાલપીલોજપરા ૯૯૨૪૦  ૧૩૮૬૪ (પ) મુકેશભાઇ રમેશભાઇ કરગથરા ૯૫૭૪૪ ૦૩૯૨૧ (૬) રમેશભાઇ ભીખુભાઇ સોનીગરા ૯૮૭૯૮ ૪૪૮૯૮ (૭) કીરણબેન નવરલાલ વડગામા ૯૯૨૫૬૧૨૯૨૫ (૮) હિરેનભાઇ દીલીપભાઇ કલોલીયા ૯૭૨૩૭ ૮૮૬૬૫(૯) હિરેન અશ્વિનભાઇ ધ્રાંગધરીયા ૯૯૦૯૯ ૦૮૮૦૭

(4:21 PM IST)