તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 28th July 2025
શિવલિંગના ધાર્મિક -વૈજ્ઞાનિક ભાવ એકબીજાના પુરક : ડો. નિમિષ મુંગરા

રાજકોટઃ પી.ડી.યુ. મેડીકલ કોલેજના ડો. નિમિષ મુંગરાએ એક લેખમાં શિવલિંગ અંગેના વૈજ્ઞાનિક તથ્યો વર્ણવ્યા છે. તેમના કહેવા મુજબ શિવલિંગ એટલે શિવનું પ્રભકરૂપ અવશ્ય પરમ તત્વના દેખાવનું ચિહન, શિવલિંગનો આકાર શકિતનું પ્રતીક અને પોષક શકિત છે. ઉપરી ભાગ પરત બ્રહમ છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ તે એક ઉર્જા કેન્દ્ર દર્શાવે છે. કાળા પથ્થરમાંથી બનેલા શિવલિંગમાંથી પ્રાકૃતિક કિરણોથી ઉત્સર્જના થાય છે. શિવલિંગનો ઉપરનો ભાગ બિંદુરૂપ તાપ ઉર્જા ઉત્પન્ન કરે છે. સતત જસધારા તાપમાનને સંતુલિત રાખે છે. ધ્વનિ અને તાપના વિલયથી ઉત્પન્ન ઉર્જા આસપાસના વાતાવરણને શાંત અને સકારાત્મક બનાવે છે. ૐ એ બ્રહ્માંડનો મુળ ધ્વનિ છે. શિવલિંગના આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક ભાવ પરસ્પરના પ્રેરક છે.
શ્રાવણમાં વર્ષાઋતુ હોય છે - પાચનશક્તિ નબળી રહે છે. આ સમયે વાઈરસ, બેક્ટેરિયા, જંતુઓ વધુ સક્રિય હોય છે. પણ ઉપવાસ એટલે માત્ર ભૂખે રહેવું નહીં, પણ...‘ડિટોક્સ પદ્ધતિ'
પેટને આરામ આપવો, લોહી શુદ્ધ કરવું, આંતરિક અંગોને પુનઃસક્રિય કરવું, મન અને શરીરને સંતુલિત બનાવવું.
શ્રાવણમાં ઉપવાસ કરવાથી શરીર ‘સ્વશોધન' સ્થિતિમાં જાય છે - જેને આજકાલ Intermittent Fasting તરીકે ઓળખાય છે. (૧૧) Intermittent Fasting (ઈન્ટરમિટન્ટ ફાસ્ટિંગ) ના વૈજ્ઞાનિક લાભો છે
(4:25 PM IST)










