News of Monday, 28th July 2025
શુક્રવારથી દિવ્યાંગો માટે ત્રિદિવસીય જયપૂર ફૂટ કેમ્પ
સરગમ કલબ અને ઇન્ટરનેશનલ સિધ્ધાશ્રમ શકિત સેન્ટર (લંડન) દ્વારા

રાજકોટઃ સરગમ કલબ અને રાજ રાજેશ્વર ગુરૂ ઇન્ટરનેશનલ સિધ્ધાશ્રમ શકિત સેન્ટર (લંડન) રાજ રાજેશ્વર ગુરૂજી અને કમાણી ફાઉન્ડેશનનાં સંયુકત ઉપક્રમે તા.૧/૦૮ થી ૩/૦૮ સુધી જયપૂર કેમ્પ યોજાશે. કેમ્પનો લાભ લેવા ઇચ્છતા દર્દીઓએ આધારકાર્ડ અને ડોકટરોનું વિકલાંગ સર્ટીફિકેટની ઝેરોક્ષ સાથે લાવવાની રહેશે.
આ કેમ્પમાં જરૂરતમંદોને કૃત્રિમ વિનામૂલ્યે પગ બેસાડવામાં આવે છે, આ કેમ્પનો લાભ લેવા ઇચ્છતા લોકોને તા.૦૧/૦૮ શુક્રવાર સવારે કલાકે સરગમભવન, જામટાવરરોડ, નવી કલેકટર કચેરીની બાજુમાં રાજકોટ ફોન ં.૦૨૮૧-૨૪૫૭૧૬૮ ખાતે રૂબરૂ હાજર રહેવા જણાવાયું છે. આ ઉપરાંત જે લોકો અગાઉ સાધનો લઇ ગયા છે. તેઓને રીપેરીંગ કરવવાનું હોઇ તેઓએ પણ ઉપસ્થિત રહેવું.
આ કેમ્પની સફળતા માટે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળા તથા કમાણી ફાઉન્ડેશનનાં માર્ગદર્શન હેઠળ સરગમ સેવા કેન્દ્રના ચેરમેન અરવિંદભાઇ પટેલ અને રાજ રાજેશ્વર ગુૂરજી તથા કમાણી ફાઉન્ડેશનના દીપકભાઇ કમાણી તેમજ રશ્મીભાઇ કમાણી જહેમત ઉઠાવી રહ્યા છે.
(4:38 PM IST)










