News of Monday, 28th July 2025
સત્ય યુગાવતાર શ્રી આત્મન ભગવાનનો કાલે ૧૦૯મો અવિર્ભાવ મહોત્સવઃ વિવિધ કાર્યક્રમોની હારમાળા
ગોંડલ રોડ સ્થિત શ્રી રામજી મંદિરે આરતી, સમુહ ધુનભજનઃ ધર્મપ્રેમીજનોને લાભ લેવા આમંત્રણ

રાજકોટઃ આવતીકાલે તા.૨૯, મંગળવારે અનંત પંચમીના મંગળવારના રોજ શ્રી આત્મન ભગવાનના ૧૦૯માં અવિર્ભાવ મહોત્સવના અતિ શુભ પ્રસંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
ગોંડલ રોડ ઉપર આવેલ સુપ્રસિધ્ધ શ્રી સત્યયુગ શ્રી રામજી મંદિર-ન્યાલભગત અન્નક્ષેત્ર ખાતે કાલે પ્રાગ્ટય આરતી સવારે ૭ કલાકે, સમૂહ ધૂન-ભજનો સવારે ૬:૩૦ થી ૯:૩૦ વિશેષ આરતી, બપોરે ૧૨ કલાકે સંધ્યા આરતી સાંજે ૭:૩૦ કલાકે, સમૂહ ધૂન-ભજનો સાંજે ૭ થી ૯ થશે.
સત્યયુગાવતાર શ્રી આત્મન ભગવાન પ્રેરિત પાવન બૃહદ બ્રહ્મમંત્ર ‘‘ૐ ર્હીં રામ, જય રામ, જય જય રામ''ની અખંડ ધૂન છેલ્લા ૩૫ વર્ષથી સત્યયુગ શ્રી રામજી મંદિર તથા ૪૬ વર્ષથી શ્રી બાલા હનુમાનજી મંદિર, ગોંડલમાં ચાલી રહી છે. જેનો ઉદ્ેશ પ્રલયાત્મક આપત્તિઓના નિવારણ, ગૌમાતા તથા સર્વ નિર્દોષ પ્રાણીઓની રક્ષા, તથા વિશ્વમાં સત્યયુગના સંસ્થાપન અર્થે હોવાનું જણાવાયું છે.
બ્રહ્મમંત્રનો અર્થઃ ‘‘ૐ ર્હીં રામ'': મારા (પોત પોતાના) આરાધ્ય ઈષ્ટનો સચ્ચિદાનંદ સ્વરૂપે મને સાક્ષાત્કાર થાઓ, ‘‘જય રામ'': સારાએ વિશ્વમાં સત્યયુગનું સંસ્થાપન થાઓ, ‘‘જય જય રામ'': ત્રણે લોકોમાં (પૃથ્વી, અંતરિક્ષ અને સ્વર્ગ) આભ્યાત્મિકતાનું સામ્રાજ્ય પ્રવર્તો.
આજે વિશ્વ અત્યંત દુઃખદ અને ચિંતાજનક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. તેઓશ્રીના આધ્યત્મલક્ષી સંદેશનો દરેક સુજ્ઞ અને દેશભક્ત ચિંતન કરે તે અત્યંત જરૂરી છે. સંહિતાઓના ઉંડા અભ્યાસી છાયાશાષાી શ્રી શાન્તિપ્રસાદ શર્માએ તેઓશ્રી વિષે કહ્યું હતું કે તેમના યશોગાન શ્રી સૂર્ય, ભૃગુ, વરાહ તથા ચંદ્ર જેવી સંહિતાઓએ ગાયા છે. તેમજ તેઓશ્રી વિષે વાંચેલ સંહિતાઓનો સાર એજ છે કે તેઓશ્રી સત ધર્મ થકી પૃથ્વી પરથી વિશ્વમાં પ્રલયના નિવારણ તથા સત્યયુગના સંસ્થાપન માટે અવતાર ધારણ કરેલ પૂર્ણાવતાર પર બ્રહ્મ નારાયણ જ છે. તેઓએ પૂર્વ વડાપ્રધાન શ્રી મોરારજી દેસાઈને તા.૦૨/૧૨/૧૯૯૮ના પત્રમાં આ જગતને સતર્ક કરતા જણાવ્યું તે આજે પણ વિશ્વને અત્યંત ઉપયોગી થશે.
તેઓશ્રીએ કહ્યું હતું કે અવિદ્યાના ઘોર પ્રલયાત્મક પરિબળો પૃથ્વી પર ક્રિયાશીલ થઈ રહ્યા છે. જે અમાપ હિંસા તથા સર્વ નિર્દોષ પ્રાણીઓ પરના અતિ ઘાતકી વલણને કારણે અંતરિક્ષમાંથી કુદરતી મહાવિનાશક આપત્તિઓ તેમજ હિમયુગ જળપ્રલય તથા વિશ્વયુધ્ધ જેવી મહા આપત્તિઓ લાવી રહી છે. એવી મહાઆપત્તિઓ હજુ પણ આવવાની ખૂબ જ શક્યતા છે. માટે પ્રતિદિન થતી સર્વ નિદોર્ષ પ્રાણીઓની ઘોર અને અમાપ હિંસાને એક પળના પણ વિલંબ વીના અટકાવી દેવી જોઈએ. તેમજ અખંડધૂનના રૂપમાં બ્રહ્મયજ્ઞ આવી નિાશક આપત્તિઓને અટકાવવામાં મદદરૂપ બનશે. આવી આપત્તિઓનો ભોગ સમગ્ર વિશ્વ બની રહ્યું છે. વળી ત્રીજા વિશ્વયુધ્ધની પણ પુરી શક્યતા છે. તેથી બ્રહ્મમંત્રની અખંડધૂન સારાએ વિશ્વમાં ઠેક-ઠેકાણે થવી અતિ આવશ્કય છે. આ બ્રહ્મમંત્રના અખંડ અને નિયમિત ગાન થકી યોજાએલ શુદ્ધ આધ્યાત્મિક યજ્ઞ સાચા અર્થમાં બ્રહ્મયજ્ઞ છે. ભાવિકોએ ઉક્ત કાર્યક્રમનો લાભ લેવા અનુરોધ કરાયો છે.
આ અંગે વધુ માહિતી માટે શ્રી સુરેશ મહારાજ, રાહુલભાઈ જોશી મો.૮૮૪૯૭ ૧૬૮૧૫નો સંપર્ક કરી શકાય છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(4:40 PM IST)










