<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th July 2025

અમરનાથ મહાદેવ મંદિરમાં મહાઆરતી ઉપર રોકથી ભાવિકો નારાજઃ પી.ટી. જાડેજા વિરૂધ્‍ધ રજુઆત

 

રાજકોટ તા.૨૮: તાજેતરમાં સપાટી પર આવેલા અમરનાથ મહાદેવ મંદિરની આરતી વિવાદ સંદર્ભે આ વિસ્‍તારના રહેવાસીઓ દ્વારા પી.ટી. જાડેજા વિરૂધ્‍ધ પોલીસ કમિશ્નરને સંબોધી રજુઆત કરવામાં આવી હતી.

આ રજુઆતમાં જણાવાયું છે કે, શ્‍યામ સ્‍મૃતિ કો-ઓપરેટીવ હાઉસીંગ, બીગબાઝાર પાછળ, સાંઇ નગર મેઇન રોડ સ્‍થિત અમરનાથ મહાદેવ મંદિરના કપાઉન્‍ડમાં મહાદેવના મુખ્‍ય મંદિર ઉપરાંત, હનુમાનજી મંદિર, ગાયત્રી મંદિર, શીતળા મંદિર, ખોડીયાર મંદિર અને કાળભૈરવ મંદિર ઘણા વર્ષોથી આવેલું છે. આ મંદિરનું નિર્માણ જે તે સમયે આસપાસની સોસાયટીના રહેવાસીઓના આર્થિક સહયોગથી કરવામાં આવેલું એટલે આ મંદિર કોઇ ખાનગી માલીકીનું નથી. મંદિરની યોગ્‍ય જાળવણી, મળતા દાન અને તેનો વપરાશ વિવિધ ધાર્મિક કાર્યોમાં વ્‍યવસ્‍થિત થાય તે હેતુથી ૨૦૦૪ની સાલમાં રજીસ્‍ટર્ડ ટ્રસ્‍ટ નોંધાવવામાં આવ્‍યું હતું જેમાં ૩ વર્ષ માટે પ્રમુખ તરીકે પ્રવિણસિંહ ટપુભા જાડેજા, ઉપપ્રમુખ પદે દેવલાલ નારાયણલાલ પરમાર, મંત્રી તરીકે અર્જુનભાઇ ટહેલરામ લખવાણી, ખજાનચી તરીકે શાંતિભાઇ કાનજીભાઇ રૂપારેલીયા અને સહમંત્રી તરીકે હસુભાઇ ભાણજીભાઇ કારેલીયાની નિમણુંક થયેલ. આ પૈકી ખજાનચીનું અવસાન થયેલ છે જયારે ઉપપ્રમુખ ઘણા સમયથી વિસ્‍તાર છોડી ચાલ્‍યા ગયેલ છે. બાકીના સભ્‍યો નામ પુરતા છે. અને હાલના પ્રમુખ પી.ટી. જાડેજા વહીવટથી સોૈ કોઇ અજાણ છે. જોગવાઇ મુજબ નવી કારોબારીની ૩ વર્ષ બાદ નિમણુંક કરવાની રહે છે. પરંતુ આવુ કાંઇ થયું નથી અને પ્રમુખ દ્વારા મનમાની કરવામાં આવી રહી છે. ત્‍યારે આ વિસ્‍તારના શ્રધ્‍ધાળુઓમાં રોષની લાગણી પ્રસરી છે. મહાઆરતીના આયોજનમાં આડકતરી રોકથી ભાવિકો વ્‍યથીત છે ત્‍યારે યોગ્‍ય કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી છે.

(4:45 PM IST)