<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th July 2025

ધ વન વર્લ્‍ડ રેસીડેન્‍સીમાં નાવ મનોરથ, ઠાકોરજીને હિંડોળે ઝુલાવવાનો ધર્મ મહોત્‍સવ, હવેલી જેવો દિવ્‍ય માહોલ, અદભુત દ્રશ્‍યો સર્જાયા

 

રાજકોટઃ  જયાં પ્રત્‍યેક તહેવાર, પ્રત્‍યેક ઉત્‍સવ ધર્મના ભેદભાવ વગર અત્‍યંત  લોકપ્રિય સિરિયલ તારક મહેતા કા ઉલ્‍ટા ચશ્‍માના ગોકુલધામ માફક ઊજવાઈ છે, અને જેની નોંધ ખુદ તારક મહેતા કા ઉલ્‍ટા ચશ્‍માના નિર્માતા દ્વારા લેવામાં આવી છે, તેવા ૧૫૦ ફિટ રીંગ રોડ પર, અયોધ્‍યા ચોક નજીક આવેલ શહેરની આન, બાન અને શાન માફક નાના ગામ જેવા ધ વન વર્લ્‍ડ રેસીડેન્‍સીમા ઠાકોરજીને પવિત્ર જળમાં વિહાર કરાવવા નાવ મનોરથ અને ઠાકોરજીને ભારે ભક્‍તિભાવપૂર્વક હિંડોળે ઝુલાવવાનો  ભવ્‍ય હિંડોળા ભારે ભવ્‍ય અને ભરપૂર શ્રદ્ધા સાથેનો ધાર્મિક ઉત્‍સવ રાજભા જાડેજા ટીમ દ્વારા બહેનો અને સત્‍સંગ મંડળના સહયોગથી યોજવામાં આવેલ. આ પ્રસંગે દિવ્‍ય દ્રશ્‍યો સર્જાયા હતા. અને ભાવિકો ધર્મમય બન્‍યા હતા. યોગાનુયોગ નવા સ્‍વીમીંગ પુલનો પ્રારંભ પણ સહુ પ્રથમ ઠાકોરજીના નાવ મનોરથ દ્વારા થતા વન વર્લ્‍ડવાસીઓની ખુશી ચરમસીમા પર પહોંચી હતી

(5:03 PM IST)