News of Monday, 28th July 2025
શાકભાજીના ધધાંર્થીને સોખડાની સીમમાં ગોંધી રાખી પગ ભાંગી ૨.૨૦ લાખ ખંડણી પડાવાઇ
મુળ વિંછીયાના ઓરી ગામનો ગુણવંત ઉર્ફ ગુણો હાલ રાજકોટ ભક્તિનગર સર્કલ પાસે ઝૂંપડામાં રહી બકાલુ વેંચે છે : કુવાડવા પોલીસે આરોપીઓની ઓળખ મેળવી ઝડપી લેવા તજવીજ કરીઃ ગુણવંતના મિત્ર રેલનગરના ભૂપીને પહેલા ઉઠાવી લેવાયો, પછી ભૂપી પાસે ફોન કરાવડાવી ગુણવંતને બોલાવી ધમકી દઇ રૂપિયા પડાવ્યાઃ કુવાડવા પોલીસે આરોપી અજય સહિતને દબોચવા તજવીજ કરી

રાજકોટ તા. ૨૮: શહેરના ભકિતનગર સર્કલ પાસે શાકભાજી વેચતા યુવાનના મિત્રને ૨૦ હજારન લેતીદેતી મામલે ત્રણ શખ્સોએ ઉઠાવી મારકુટ કરી બાદમાં આ યુવાન મારફત મિત્ર શાકભાજીના ધધાર્થીને બોલાવી તેનું અપહરણ કરી સોખડા ગામ પાસે સીમમાં લઇ જઇ મારકુટ કરી અઢાર કલાક સુધી ગોધી રાખી ખડણી માંગતા આ યુવાને પોતાના બહેન મારફત તથા રિક્ષા વેંચાવીને ૨ લાખ ૨૦ હજારની રોકડ મંગાવ્યા બાદ તેને મુક્ત કરાયો હતો. કુવાડવા રોડ પોલીસે આરોપીઓની ઓળખ મેળવી લીધી હોઇ આરોપીઓ હાથવેંતમાં છે.
આ બનાવમાં કુવાડવા રોડ પોલીસે ગુણવંત ઉર્ફે ગુણો રાજુભાઇ મકવાણા (ઉ.વ.૩૫, રહે. ભકિતનગર સર્કલ પાસે ગીતા મંદિરની બાજુમાં ફુટપાથ ઉપર ઝુપડામાં રાજકોટ, મુળ ગામ ઓરી તા. વીંછીયા)ની ફરિયાદ પરથી અજય નામનો માણસ કે જેના એક હાથના આંગળા કપાયેલ છે તે તથા બે અજાણ્યા વિરૂધ્ધ ગુનો દાખલ કરી તપાસ આદરી છે. ગુણવંત ઉર્ફે ગુણો મકવાણાએ જણાવ્યું હતું કે હું રાજકોટ મારા પરિવાર સાથે રહું છું અને ભક્તિનગર સર્કલ પાસે ગીતામંદિરની બાજુમાં ફૂટપાથ ઉપર બકાલાનું વેચાણ કરૂ છું. ગઈ તારીખ.૨૫/૦૭ના રાત્રિના આશરે દશેક વાગ્યાના અરસામાં મને મારા મિત્ર ભુપી ઉર્ફે ભુપેન્દ્ર સતનામસિંહ બાવરી (રહે. રેલનગર શ્રદ્ધા પાર્ક)ના મોબાઈલથી મને ફોન આવેલ અને મને વાત કરેલ કે હું ખોરાણા ગામ પાસે છું અને મારા મોટર સાયકલમાં પેટ્રોલ ખાલી થઈ ગયેલ છે તું પેટ્રોલ લઈને ખોરાણા ગામના રસ્તે આવ. આ રીતે તે થોડી થોડી વારે મને ફોન કરી તાત્કાલિક આવ તેમ વાત કરતો હોઈ તથા મારી સાથે ભાણો રજપૂત પણ હોઇ જેથી હું તથા મારો મિત્ર ભાણો બંને મારી રીક્ષા લઈને સોરઠીયા વાડી સર્કલથી નીકળી બેડી ગામ થઈ ત્યાંથી અમો ખોરાણા ગામ જવાના રસ્તેથી આગળ કણકોટ ગામ જવાના રસ્તે પહોંચ્યા હતાં.
બાદ ફરી ફોન કરી મને રેલ્વવેની બે ફાટક ટપી આગળ આવવા ભુપીએ જણાવેલ જેથી અમો બીજી ફાટક પાસે પહોંચતા ભૂપીને ફોન કરેલ જેથી તેણે કહેલ કે આગળ ચાલ્યા આવો ત્યાં રોડ ઉપર એક માણસ ઉભો છે તમો ત્યાં આવો જેથી આગળ જતા ત્યાં એક માણસ સ્વિફટ ગાડી જેમાં નંબર હતા નહીં તે લઈને ઉભો હતો. તેમાં જોતા એક માણસ ડ્રાઇવર સીટ ઉપર બેઠો હતો એક માણસ તેની બાજુની સીટમાં બેઠો હતો તથા પાછળની સીટમાં મારો મિત્ર ભુપી તથા એક અજાણ્યો માણસ બેઠો હતો. આ પછી મને કહેલ કે સ્વિફટમાં બેસી જા જેથી હું તેની સાથે બેસી ગયેલ હતો. ત્યાંથી અમો થોડી આગળ ખુલ્લી જગ્યા આવેલ હોય ત્યાં મને લઈ ગયેલ હતા અને તેમાંથી એક માણસના હાથના આંગળા કપાયેલ હોય તેણે મને કહેલ કે તે મારા મિત્રના ૨૦,૦૦૦ રૂપિયા દેવાના છે તે કેમ દેતો નથી તેમ કહેતા મેં કહેલ કે મારી પાસે કોઈ રૂપિયા માંગતું નથી તેમ કહેતા તેણે કહેલ કે તુ પેલા ભુપીની હાલત જોઈ લે પછી કહેજે જેથી તેણે ભૂપીને માર મારેલ હતો તે મને બતાવેલ હતું જેથી મેં કહેલ કે ભાઈ કોઈ મારી પાસે રૂપિયા માંગતું નથી અમોને જવા દે જેથી તે ત્રણેય અજાણ્યા માણસો મને જેમ ફાવે તેમ ગાળો દેવા લાગેલ હતા.
જેમાથી એક માણસ પ્લાસ્ટિકના પાઇપ વડે મારવા લાગેલ હતો તેમજ બીજો માણસ જેના હાથના આંગળા કપાઈ ગયેલ છે તે મને લોખંડના પાઇપ વડે મારવા લાગેલ હતો જેથી તેની સાથે રહેલ ત્રીજા માણસે કહેલ કે અજય એને સરખો મારજે જેથી પૈસા આપી દે તેમ કહેતા આ લોકો મને મારા પગમાં તથા કમરથી નીચે મારતા હતા. જેથી મને દુખાવો થવા લાગતા મેં કહેલ કે મને મારો નહીં હું કંઈક કરું તેમ કહેતા તેણે મને કહેલ કે તું કોઈ રિક્ષાવાળાને ઓળખતો હોય અને તે નામચીન હોય તો બોલાવ જેથી મેં મોબાઈલમાં જોયેલ તો ગઈકાલ તારીખ ૨૬/૦૭/૨૦૨૫ ના રાત્રીના સાડા બારેક વાગ્યા હતા જેથી તેણે કહેલ કે તું વિજય લટારાને ઓળખ? તેમ વાત કરતા મેં કહેલ કે હા હું તેને ઓળખું છું. તેમ વાત કરતા તેણે વિજય લટારાને બોલાવેલ હતો જેથી આ અજય સાથેનો એક માણસ સ્વિફ્ટ કાર લઈને વિજયને લેવા ગયેલ હતા અને તેઓ એકાદ કલાકમાં વિજયને લઈને આવેલા હતા અને વિજયએ મને કહેલ કે ભાઈ તારે શું લપ છે? જેથી મેં કહેલ કે મારે કોઈ લપ નથી પણ સાવ ખોટા મારી પાસે રૂપિયા માંગે છે જેથી આ વિજયે કહેલ કે આ મીયાણા લોકો છે અને માથાભારે છે આની સાથે માથાકૂટ ન કરાય જે હોય તે પતાવી દઈ જેથી મેં કહેલ કે વિજય તું તારી રીતે પતાવી દે, જે હોય તે જેથી વિજય લટરાએ અજય સાથે વાત કરેલ અને મને કહેલ કે તારે સાત લાખ રૂપિયા આપવા પડશે તેમ કહેલ. જેથી મેં મારી પાસે આટલા રૂપિયા નથી તેમ કહેતા અજય કહેલ કે જો પૈસા નહીં મળે તો તને અહીં મારી નાખીશું તેમ ધમકી મારેલ જેથી હું બી ગયેલ હતો અને મેં કહેલ કે હું પૈસાની વ્યવસ્થા કરું છું.
આ પછી મેાંરા બહેન તથાબ નેવી મારફત રૂપિયાની વ્યવસ્થા કરાવી હતી. તેમજ મારી રિક્ષા વેંચાવીને નાણા એકઠા કર્યા હતાં. છેલ્લે મને અને ભુપીને લઇ મારવાડી કોલેજ સામે આવેલ પંપ ખાતે ગાડી લાવી સીએનજી ગેસ પુરાવવા પંપમાં ગયેલા હતા. ત્યાં અજય નીચે ઉતરેલ હતો અને અમો સ્વિફ્ટ ગાડીમાં બેસી રહેલ હતા. અમોને કારમાં ફેરવતા હતા અને સાંજે સાડા ચારેક વાગ્યે વિજય લટારો પૈસા લઈને આવતા ફરી પાછા મને બેડી ગામ થઈ રાણીમા રૂડીમાં મંદિરથી આગળ રેલ્વેના બ્રિજ નીચેથી અવાવરૂ જગ્યામાં લઈ ગયેલ હતા અને ત્યાં અમો ઉભા રહેલ હતા અને અમારી પાછળ વિજય લટારો પૈસા લઈને આવેલ અમે ત્યાં વિજય લટારાએ આ અજય નામના માણસને રૂપિયા ૨,૨૦,૦૦૦ આપેલ હતા. બાદ ભાણો રાજપુત પોતાની ઇકો લઈને આવેલ હતો અને ત્યારબાદ મને તથા ભૂપીને છોડી દીધેલ હતા.
આ અજાણ્યા માણસો તથા અજય નામનો માણસ પોતાની કાર તથા પૈસા લઈને જતા રહેલ હતા. ત્યારબાદ હું તથા ભુપી તથા ભાણો તથા વિજય લટારો આ ભાણાની ઇક્કો ગાડીમાં આવેલ હતા અને મને મારા ઘરે ઉતારી દીધેલ હતો અને આ બનાવ બાબતે મારી મોટી બહેન નીતાબેનને વાત કરતા તેણે ૧૦૮ને ફોન કરતા મને સરકારી હોસ્પિટલમાં ં ભાગે તથા વાંસામાં તથા હાથમાં ઇજા થયેલ છે અને મારા ડાબા પગમાં ફેક્ચર હોવાનું ડોક્ટરએ જણાવ્યું હતું.
આમ મારા મિત્ર ભૂપી ઉર્ફ ભૂપેન્દ્રને બોલાવી બાદમાં તેના મારફત મને ફોન કરી બોલાવી અપહરણ કરી ગોંધી રાખી માર મારી રૂપિયા પડાવી લેવાયા હતાં. તેમ વધુમાં ગુણવંતે કહેતાં પીઆઇ બી. પી. રજયા, પીએસઆઇ બી. વી. ભગોરા અને ડી. સ્ટાફે તપાસ હાથ ધરી આરોપીઓને ઓળખી કાઢી સકંજામાં લેવા તજવીજ હાથ ધરી છે.
(5:03 PM IST)










