<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th July 2025

નવા ભળેલા પાંચ ગામના ૩પ રોડ રોશનીથી ઝળહળશે

રૈયા રોડ, જવાહર રોડ, મવડી રોડ, ઢેબર રોડ સહિતના રાજમાર્ગો પર સેન્‍ટ્રલ લાઇટીંગની કાર્યવાહી હાથ ધરાઇ

 રાજકોટ તા.૨૮: મનપા ભળેલા પાંચ ગામના નવા ૩૫ રોડના ૪૧૧૮૦ મીટરના સેન્‍ટ્રલ ડીવાઇડ ઉપર એલઇડી લાઇટ ફિટ કરવામાં આવશે તેમજ અમૂક સર્કલો ઉપર હાઇમાસ્‍ટ ટાવર ઉભા કરવા માટે તંત્રએ કવાયત હાથ ધરી છે. જે અંતગર્ત અમૂક રોડ ઉપર હાલમાં સેન્‍ટ્રલ લાઇટીંગનું કામ શરૂ થઇ ગયાનું સુત્રોમાંથી જાણવા મળે છે.

મહાનગરપાલિકા દ્વારા સેન્‍ટ્રલ લાઇટીંગના કામો અંતર્ગત રૈયા રોડ (હનુમાન મઢી ચોકથી રૈયા સર્કલ), ગાંધીગ્રામ લાખ બંગલો રોડ, યુનિવર્સિટી રોડ (કોટેચા ચોકથી એસએનકે ચોક), પુષ્‍કરધામ મેઈન રોડ, કાલાવડ રોડ (મોટામવા સ્‍મશાનથી કટારીયા સર્કલ), સૌરાષ્‍ટ્ર હાઈસ્‍કૂલ રોડ, મવડી રોડ (વિશ્વેશ્વર મંદિરથી મવડી ચોક), ચુનારાવડ ચોક થી દૂધસાગર રોડ, મવડી રોડ (આનંદ બંગલા ચોકથી વિશ્વેશ્વર મંદિર), ગોંડલ રોડ (દોશી હોસ્‍પિટલ રોડથી જૂના જકાતનાકા), પંચશીલ મેઈન રોડ( ગોંડલ રોડ થી ગોકુલધામ રોડ ), ઢેબર રોડ ( કાન્‍તાસ્ત્રી વિકાસ ગળહ ચોકથી નાગરિક બેંક ), જવાહર રોડ ( જુબેલી ગેટ થી જુબેલી ચોક ), જુબેલી ચોકથી નાગરિક બેંક (પરાબઝાર બાજુ), જવાહર રોડ (જુબેલી ચોકથી ત્રિકોણબાગ બાજુ), મહિલા કોલેજ ચોક થી કિશાનપરા ચોક સહિતના કામો ટૂંક સમયમાં ચાલુ કરવામાં આવશે.

મહાનગરપાલિકા દ્વાર હાલમાં ચાલુ કરવામાં આવેલ સેન્‍ટ્રલ લાઇટીંગના કામો મુજબ મુંજકા પોલીસ ચોકીથી મુંજકા ચોકડી સુધી, મવડી સ્‍મશાનથી જેટકો ચોકડી સુધીનો કણકોટ રોડ, રામધણ આશ્રમથી વગડ ચોક સુધીનો પાળ રોડ, વાવડી રોડ થી મટુકી રેસ્‍ટોરન્‍ટ સુધીનો પુનીતનગર રોડ ગોંડલ રોડ થી કાંગશીયાળી ગામ તરફનો ૮૦ ફુટનો રોડ, શાખા દ્વારા આગામી નવા કઊઉ સેન્‍ટર લાઇટીગ રોડનું લીસ્‍ટ, સાધુ વાસવાણી કુંજ રોડ થી મેરી ગોલ્‍ડ હાઇટ સુધી, કુગસીયા સર્કલ થી પોપટપરા વેર્ર હાઉસ સુધી, અયોધ્‍યા ચોકથી એચ સીજી હોસ્‍પિટલ સુધી, બંસીધર પાર્ક થી એફ સી આઇ ગોડાઉન સુધી, વર્ધમાન નગર બાપા સિતારામ ચોક થી જામનગર રોડ, રૈયાધાર માધવ ચોથી બંસીધર પાર્ક સુધી, વગડ ચોક થી ટીલારા ચોક સુધી, ઠાકર હોટલથી કણકોટ રોડ, પુનીત સર્કલ થી વાવડી રોડ, ભગવતીપરા મેઇન રોડ, રોલેકસ રોડ થી સ્‍વાતી હેડ વર્કસ સુધી, સાઇબાબા સર્કલથી સોમનાથ ઇનડસ્‍ટ્રીઝ સુધી, સરદારચોક બગીચાથી સોમનાથ ઇનડસ્‍ટ્રીઝ સુધી, કોઠારીયા સોલ્‍વન્‍ટ ફાટકથી કોઠારીયા મેઇન રોડ, સોમનાથ ઇનડસ્‍ટ્રીઝ ચોક થી સોલ્‍વન્‍ટ રોડ, મહાદેવ ઇનડસ્‍ટ્રીઝ સોલ્‍વન્‍ટ રોડ સામે, જનસમ્‍પર્ક કાર્યાલય રોડ, માલધારી ફાટકથી ભવાની ચોક, સાઇબાબા સર્કલથી ભવાની ચોક સુધીના કામો શરૂ થઇ ચૂકયા છે.

 

(5:04 PM IST)