<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th July 2025

રાજકોટમાં યાંત્રિક રાઇડ્સ સાથે યોજાશે લોકમેળો : વિવિધ રાઈડની ટિકિટના દરમાં વધારાને મંજૂરી

યાંત્રિક રાઇડ્સ સંચાલકોની માંગણીને તંત્રએ સ્વીકારતા હરરાજી પૂર્ણ થઈ : માર્ગ અને મકાન વિભાગની મંજૂરીનું કોકડૂં હજુ ગુચવાયું

રાજકોટમાં યોજાતા જન્માષ્ટમી લોકમેળાની વિવિધ રાઈડની ટિકિટના દરમાં વધારાને મંજૂરી આપવામાં આવી છે. યાંત્રિક રાડ્સની ટિકિટના દરમાં રૂ.5 નો વધારો કરાયો છે. રાઇડ્સના 45ના બદલે હવે 50 રૂપિયા ચૂકવવા પડશે. 34 પ્લોટની હરરાજી યોજવામાં આવી હતી. યાંત્રિક રાઇડ્સ સંચાલકોની માંગણીને તંત્રએ સ્વીકારતા હરરાજી પૂર્ણ થઈ છે. યાંત્રિક રાઇડ્સ સાથે લોકમેળો યોજાશે , આ મેળો ખૂબ જ સારી રીતે થશે તેવી રાઇડ્સ સંચાલકોને આશા છે . જો કે માર્ગ અને મકાન વિભાગની મંજૂરીનું કોકડૂં હજુ ગુચવાયું છે.

 


 

(9:59 PM IST)