<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th July 2025

સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ કૃશક આંદોલન છેડશે : જુઓ વિડિયો

ગામો-નગરોમાં લોકોને અધિકારો માટે જાગૃત કરાશેઃ ઇન્દ્રનિલ રાજયગુરૃ

પત્રકાર પરિષદમાં ઇન્દ્રનીલ રાજયગુરૃ, અતુલ રાજાણી, વશરામભાઇ સાગઠીયા, સંજયભાઇ અજુડિયા, જગાભાઇ મોરી, જયેશભાઇ ઠાકોર વગેરે નજરે પડે છે. (તસ્વીર સંદિપ બગથરીયા)

રાજકોટઃ તા.ર૯, ગામો-નગરોમાં લોકોના અધિકારો માટે સૌરાષ્ટ્રમાં કૃશક આંદોલનના મંડાણ થશે. આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં કોંગ્રેસના અગ્રણીઓએ આ ઘોષણા કરી હતી.

પત્રકાર પરિષદમાં ઇન્દ્રનિલ રાજયગુરૃ પૂર્વ-ધારાસભ્ય તથા કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે,સુવિધા વિહાણા નગર અને ગામડા, તેની મુખ્ય આવક ખેતી, નફાકારક ન હોવાને કારણે શહેરીકરણ વધી રહયું છે, ત્યારે ગુજરાતના ૬પ% લોકોને તેનો સમાન અધિકાર મળવો જોઇએ.જી.એસ.ટી., ટેકસ બધાને સરખો ભરવાનો પરંતુ સુવિધા આપવામાં અસમાનતા સામે આ આંદોલન છે. વીજળી, પાણી,રો-મટીરીયલ અને સુવિધા અન્ય વેપાર ઉદ્યોગને ને તાત્કાલીક તો ખેતીને પાણી, વિજળી, ખાતર, દવા વગેરે માટે ફાફા મારવા પડે તે ન ચાલે, મહાનગરનો વિકાસ એ જ ગુજરાતનો વિકાસ ગામ અને નગર અને ખેતી આવકો ઉપર સરકાર વિચારે નહી તે ચાલે ! તાર, ફેન્સીંગ, વિમો, વિજળી,પાણી જેવી ખેતી માટે જરૃરી તે માટે ખેડૂત સરકાર પર નિર્ભર છે. ખેડૂતોને ખેતીમા઼ વેપાર, ઉદ્યોગ જેટલો નફો થાય તો માલિકોની જેમ ખેડૂત તે પણ સરકારની લાચારી ન કરવી પડે. મહાનગર ઉદ્યોગોનો વિકાસ એ જ ગુજરાતનો વિકાસ નગર અને ગામડામાં બધુ ચાલે આ સામાજીક અને સરકારી માનસીકતા બદલયા માટે કૃશક આંદોલન.

ગામ અને નગરમાં ચાલે તેવી લોકોએ સામાજીક અને સરકારની માનસિક બદલવી પડે.ખેતીને મજબુત કરવા કરતા ઉદ્યોગઅને ધંધામાંથી ભ્રષ્ટાચારની આવક વધારે શકય બનતી હોયછે. માટે ભાજપની સરકાર ઉદ્યોગ ધંધા ઉપર વધારે ધ્યાને કેન્દ્રીત કરે છે. આવા અનેક મુદાઓને લઇ ખેતી ગામ અને નગરની અવગણના સામે લોકો આંદોલન જરૃરી છે. આ માટે કૃશક આંદોલન છેડવામાં આવશે.   (૩પ-૧પ)

(3:47 PM IST)