તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 29th July 2025
વિદ્યાના વધામણાઃ રઘુવંશી ચિલ્ડ્રન સોસાયટી દ્વારા રવિવારે ૬૯૩ વિદ્યાર્થીઓનો પ્રતિભા સન્માન સમારંભ
વિરાણી હાઈસ્કૂલ ખાતે કાર્યક્રમઃ ટોપટેન વિદ્યાર્થીઓનું શિલ્ડ આપી સન્માન કરવામાં આવશે

રાજકોટઃ રઘુવંશી ચિલ્ડ્રન સોસાયટી-રાજકોટ દ્વારા આગામી તા.૩ ઓગસ્ટના રવિવારે જ્ઞાતિ ગૌરવ વધારતા બાળકોનો ૨૪મો પ્રતિભા સન્માન સમારંભ યોજાએલ છે.
વિરાણી હાઈસ્કૂલના મધ્યસ્થ ખંડ ખાતે તા.૩ ઓગસ્ટના સવારે ૯:૩૦ વાગ્યે ધો.૫ થી ૯ તેમજ બપોરે ૩:૩૦ વાગ્યાથી ધો.૧ થી ૪ના વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે. ‘વિદ્યાના વધામણા' શિર્ષક હેઠળ આયોજીત કાર્યક્રમમાં ટોપટેન વિદ્યાર્થીઓને તેમના ફોટાવાળુ શિલ્ડ તેમજ અન્ય છાત્રોને કેરીબેગ, નાસ્તો આપવામાં આવશે. આ અંગે વધુ માહિતી માટે (મો.૯૮૭૯૫ ૭૦૦૯૦) ઉપર સંપર્ક કરી શકાય છે.
આયોજનમાં રઘુવંશી ચિલ્ડ્રન સોસાયટીના રમણભાઈ કોટક પ્રમુખ, જયંતભાઈ પાંઉ મેને.ટ્રસ્ટી, અમિતભાઈ કોટક ઉપપ્રમુખ, જીજ્ઞેશભાઈ માંડેચા ઉપપ્રમુખ, દિપકભાઈ નથવાણી ટ્રસ્ટી, માનસીબેન શીંગાળા ટ્રસ્ટી તથા સભ્યો મનિષભાઈ પાંઉ, હિતેશભાઈ શિંગાળા, વિશાલભાઈ પુજારા, દિવ્યાબેન સાયાણી જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(2:29 PM IST)










