<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th July 2025

રાજમાર્ગો પરથી જપ્ત કરેલ રેકડી-કેબીન સહિતના માલ સામાનની મનપા કરશે હરરાજી

ગોડાઉનમાં રાખવામાં આવેલ સામાન ભંગારમાં વેંચવા કાર્યવાહી: ટેન્ડર પ્રસિધ્ધ

રાજકોટ, તા., ૨૯ ઃ શહેરમાં મહાનગરપાલિકાની દબાણ હટાવ વિભાગ દ્વારા વિવિધ રાજમાર્ગો પર નડતરરૃપ લારી-ગલ્લા અને પાથરણાઓના દબાણ  દૂર કરવા ધંધાર્થીઓના માલસામાન જપ્ત  કરવામાં આવે છે. નિયમ મુજબ ૬૦ દિવસ બાદ ધંધાર્થીને તેનો સામાન પુરાવા રજૂ કરીએ મળવા પાત્ર છે. પરંતુ અનેક ધંધાર્થીઓનો સામાન મનપાના ગોડાઉનમાંથી ગુમ થઈ જતો અથવા વેરવિખેર થવાના કારણે પરત મળી શકતો નથી. અને આ સામાન હવે મહાનગરપાલિકા રૃા. ૧૫થી ૩૦ કિલોના ભાવે વેચવા કાર્યવાહી હાથ ધરી છે.

મહાનગરપાલિકાના દબાણ હટાવ વિભાગ દ્વારા વિવિધ વિસ્તારમાં રસ્તા પર  દબાણ લારી-ગલ્લા પાથરણા, બોર્ડ, બેનર, સહિતનો સામાન રોજે રોજ જપ્ત કરવામાં આવી રહ્યો છે. જેના માટે તંત્ર દ્વારા ૮૦ ફૂટ રોડ અને કાલાવડ રોડ ઉપર બે ગોડાઉન બનાવવામાં આવ્યા છે. પરંતુ આ ગોડાઉન છાપરા વગરના હોવાથી તેમજ જગ્યારોકાણ વિભાગનો સ્ટાફ કિંમતી સામાન આડેધડ ખુલ્લામાં ફેંકી દેતા હોય મોટાભાગના ધંધાર્થીઓના લારી-ગલ્લાઓનો કચ્ચરઘાણ બોલી ગયો છે. લારી જપ્ત થયા બાદ ૬૦ દિવસ બાદ પરત આપવામાં આવે છે. જેના માટે તંત્ર દ્વારા આધાર-પુરાવા માગવામાં આવે છે. જે ૫૦ ટકા ધંધાર્થીઓ પણ રજૂ કરી શકતા નથી. તેવી જ રીતે અમુક ધંધાર્થી આધાર પુરાવા રજૂ કર્યા બાદ ગોડાઉનમાં પોતાનો સામાન લેવા જાય ત્યારે તેનો સામાન મળતો નથી અથવા તુટેલી હાલતમાં હોવાથી ધંધાર્થી નિરાશ થઈને સોના કરતા ઘડામણ વધી જાય તેવુ વિચારી પરત આવે છે અને હજારોની સંખ્યામાં રેકડી-કેબીન સહિતનો સામાન મનપાના બે ડેલામાં એકત્ર થયો છે. ગરીબ ધંધાર્થીઓની રોજીરોટી સમાન આ સામાનને ભંગારના ભાવે વહેંચવા માટે મહાનગરપાલિકાએ હાલમાં ટેન્ડર પ્રસિદ્ધ કર્યુ છે.  (

(2:53 PM IST)