<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th July 2025

ઉમેદવારોની આતુરતાનો અંતઃ મનપાની કલાર્કની પરીક્ષાનું પરીણામ જાહેર

૧૨૮ જગ્યા માટે ૫૦ હજાર ઉમેદવારોએ પરીક્ષા આપી હતીઃ હવે ડોકયુમેન્ટ ચકાસણી

રાજકોટ,તા.૨૯ઃ મહાનગર પાલિકાની જુનિયર કલાર્ક સંવર્ગની ખાલી જગ્યાઓ ભરવા માટે સવા વર્ષ પહેલા અરજી મંગાવામાં આવી હતી. આ ખાલી જગ્યા માટે મનપા તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરતા આગામી તા. ૪ મે લેખિત પરીક્ષા યોજવામાં આવી હતી. આ પરીક્ષા અપનાર ઉમદવારોની આતુરતાનો અંત આવ્યો છે. કેમકે, મનપા દ્વારા અઢ્ઢી મહિના પછી એટલે કે ગઇકાલે મોડી સાંજે વેબસાઇટ પર પરીણામ જાહેર કરવામાં આવ્યુ છે.

જુનિયર કલાર્કની ૧ર૮ જગ્યા માટે ૬૦,પર૧ ઉમેદવારોએ અરજી કરી હતી અને ૫૦ હજારથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. હવે જે તે વિવિધ કેટેગરીની જગ્યા પ્રકાણે ત્રણ ગણા ઉમેદવારોને ડોકયુમેન્ટ વેરીફીકેશન માટે બોલાવવામાં આવશે તેમ સુત્રોએ જણાવ્યુ હતુ.

આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ મહાનગરપાલિકા દ્વારા જુદા-જુદા સંવર્ગોની ખાલી જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ, રાજકોટ મહાનગરપાલિકાની જુદી-જુદી શાખાઓની જુનિયર કલાર્ક સંવર્ગની ખાલી જગ્યાઓ ભરવા માટે ગત  તા.૦૪ મેને રવિવારનાં રોજ લેખિત પરીક્ષા લેવામાં આવી હતી. આ લેખિત પરિક્ષાનું માધ્યમ ગુજરાતી અને MCQ પ્રકારનાં કુલ-૧૦૦ માકર્સની પરીક્ષા હતી.

 જુ.કલાર્કની ૧૨૮ જગ્યાઓ હોટ કેક રહી હતી. જેમાં ૬૦૫૨૧ ઉમેદવારોએ અરજી કરી હતી અને ૫૦ હજારથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. 

(2:54 PM IST)