તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 29th July 2025
પ વર્ષ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પાંચ ભવનોને નવા અધ્યક્ષ મળ્યા
મેનેજમેન્ટ, કોમ્પ્યુટર, હિન્દી, મનોવિજ્ઞાન, હોમસાયન્સ ભવનનો સમાવેશ

રાજકોટ, તા., ૨૯: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને કાયમી કુલપતિ તરીકે ડો.ઉત્પલ જોશીની વરણી થયા બાદ ધીમે ધીમે અનેક માળખામાં ફેરફાર થઇ રહયો છે. છેલ્લા પાંચ વર્ષથી અધ્ધરતાલ રહેલા હેડશીપ બાય રોટેશનનો આજે કુલપતિ ઉત્પલ જોશીએ અમલ કરાવ્યો છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને નેશનલ એસેસમેન્ટ એન્ડ એકડીટેશન કાઉન્સીલ દ્વારા હેડશીપ બાય રોટેશન કરવા ભલામણ કરી હતી. પરંતુ અગાઉના ૩ કુલપતિએ આ અંગે કોઇ નિર્ણય ન કરતા ભવનોમાં અધ્યક્ષોનું એક હથ્થુ શાસન હતું. તેથી અનેક પ્રશ્નો સર્જાયા હતા.
આખરે કુલપતિ ઉત્પલ જોશીએ હિન્દી ભવનમાં શૈલેશ મહેતા, મનોવિજ્ઞાન ભવનમાં ડો. તરલીકા ઝાલાવાડીયા, એમબીએ ભવનમાં હિતેશ શુકલ, કમ્પ્યુટર સાયન્સ ભવનમાં અતુલ ગોસાઇ, હોમ સાયન્સ ભવનમાં પ્રો.હસમુખ જોશીની ભવનના અધ્યક્ષ તરીકે નિમણુંક કરવામાં આવી છે.
(2:59 PM IST)










