<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th July 2025

જુના બૂટલેગર હર્ષદ ઉર્ફ મહાજનના દિકરા જેનીશને પાસામાં અમદાવાદ જેલમાં ધકેલાયો

મારામારીઓના ગુનામાં સામેલ હતોઃ યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશનના પીઆઇ એચ. એન. પટેલ અને ટીમે વોરન્‍ટની બજવણી કરી

રાજકોટ તા. ૨૯: દારૂ સહિત અનેક ગુનાઓમાં સામેલ બૂટલેગર હર્ષદ ઉર્ફ મહાજનના દિકરાને પણ હવે પાસા તળે જેલમાં ધકેલાયો છે. હર્ષદના દિકરા વિરૂધ્‍ધ મારામારીના ત્રણ ગુના નોંધાયા હોઇ પોલીસ કમિશનર બ્રજેરકુમાર ઝાએ પાસાનું વોરન્‍ટ ઇશ્‍યુ કર્યુ હતું.

૧૫૦ રીંગ રોડ સિનર્જી હોસ્‍પિટલ પાછળ સુંદરમ્‌ શીલ્‍પ એપાર્ટમેન્‍ટ બી-વીંગ બ્‍લોક નં. ૩૦૨માં રહેતાં જેનીશ હર્ષદ ઉર્ફ મહાજન માણેલાલ માંડલીયાને પાસામાં ધકેલીવાની દરખાસ્‍ત જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી રાધિકા ભારાઇના માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટી પોલીસે  તૈયાર કરી હતી. જે મંજુર થતાં જેનીશને અમદાવાદ જેલમાં ધકેલાયો છે. જેનીશ વિરૂધ્‍ધ ગાંધીગ્રામ, માલવીયાનગર પોલીસ સ્‍ટેશનમાં મારામારીના ત્રણ ગુના નોંધાયા હતાં.

પીઆઇ એચ. એન. પટેલ, પીએસઆઇ જે. એન. ખટાણા, એએસઆઇ સિધ્‍ધરાજસિંહ ચુડાસમા, હેડકોન્‍સ. મહિપાલસિંહ જાડેજા, વિરદેવસિંહ જાડેજા, પ્રતાપસિંહ મોયા, જીજ્ઞેશભાઇ મારૂ, હરેશભાઇ સારદીયા, જેન્‍તીભાઇ રાઠોડ, ગોપાલસિંહ જાડેજા, કોન્‍સ. વનરાજભાઇ લાવડીયા, દિવ્‍યરાજસિંહ જાડેજા, મૈસુરભાઇ કુંભારવાડીયા અને પીસીબીના રાજુભાઇ દહેકવાલે વોરન્‍ટ બજવણી કરી હતી.

(3:17 PM IST)