<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th July 2025

નકલંક પાર્કમાંથી પીસીબીનો દરોડોઃ ૩૬ હજારના વ્‍હીસ્‍કીના ‘ચપલા' પકડયાઃ વિક્રમ ઉર્ફ ભુરાની શોધ

મહિપાલસિંહ ઝાલા, ઘનશ્‍યામસિંહ ચોૈહાણ, હરદેવસિંહ રાણાની બાતમી પરથી દરોડો

રાજકોટ તા. ૨૯: શહેર પીસીબીની ટીમે વિદેશી દારૂનો જથ્‍થો પકડી લીધો હતો. ટીમ દારૂ જૂગારના કેસ શોધવા પેટ્રોલીંગમાં હતી ત્‍યારે એએસઆઇ મહિપાલસિંહ ઝાલા, ઘનશ્‍યામસિંહ ચોૈહાણ, હેડકોન્‍સ. હરદેવસિંહ રાણાને બાતમી મળી હતી કે ભાવનગર રોડ માંડા ડુંગર પાસે નકલંક પાર્ક-૧માં વિક્રમ ઉર્ફ ભુરો રમેશભાઇ ચાવડાના મકાનમાં દારૂનો જથ્‍થો ઉતર્યો છે. આ માહિતી પરથી દરોડો પાડવામાં આવતાં રૂા. ૩૬૦૦૦ના રીટ્‍ઝ રીઝર્વ વ્‍હીસ્‍કીના ૧૮૦ એમએલના ૨૪૦ ચપલા મળતાં કબ્‍જે કર્યા હતાં. વિક્રમ ઉર્ફ ભુરો હાજર ન હોઇ તેની શોધખોળ કરવામાં આવી રહી છે.  પોલીસ કમિશનર બ્રજેશકુમા ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયાની સુચના અંતર્ગત પીઆઇ એમ.આર. ગોંડલીયાની રાહબરીમાં પીએસઆઇ એમ. જે. હુણ, પીએસઆઇ પી. બી. ત્રાજીયા, ટીમના સંતોષભાઇ મોરી, મયુરભાઇ પાલરીયા, મહિપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, ઘનશ્‍યામસિંહ ચોૈહાણ, કિરતસિંહ ઝાલા, કરણભાઇ મારૂ, વિરેન્‍દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, રાહુલગીરી ગોસ્‍વામી, ગિરીરાજસિંહ જાડેજા, યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કલોતરા, વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી અને હિરેન્‍દ્રસિંહ પરમારે આ કામગીરી કરી હતી.

(3:18 PM IST)