<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th July 2025

રેડ એફ.એમ. યોજીત સ્‍પર્ધામાં ‘મશાલ' શોર્ટ ફિલ્‍મને શ્રેષ્‍ઠ લેખનનો એવોર્ડ

 

રાજકોટ :કેએસઆર એન્‍ટરટેઇનમેન્‍ટ અને હંસરાજ પ્રોડકશન દ્વારા નિર્મિત શોર્ટ ફિલ્‍મ ‘મશાલ', જેનું દિગ્‍દર્શન મિતેશ જોશી અને લેખન મિતેશ જોશી તથા મીત કોટેચા દ્વારા કરવામાં આવ્‍યું છે, એ ફિલ્‍મે રેડએમ દ્વારા આયોજીત કોમ્‍પીટીશનમાં ભાગ લીધો હતો. આ સ્‍પર્ધામાં શોર્ટ ફિલ્‍મ મશાલ ટોપ ટેન ફિલ્‍મ્‍સની યાદીમાં સ્‍થાન પામવા ઉપરાંત, સૌથી પ્રતિષ્ઠિત શ્રેષ્ઠ લેખન (Best Writer) કેટેગરીમાં વિજેતા રહી છે અને એવોર્ડ પોતાના નામે કર્યો છે. મશાલ ફિલ્‍મ અંતરાત્‍માને સ્‍પર્શી જાય તેવી જીવંત બાયોપિક છે, જે ગુજરાતના ખ્‍યાતનામ લેખક અમર ચંદ્રકાંત બક્ષીજીના જીવન પર આધારિત છે. એનાં વિચારો, જીવન યાત્રા અને લેખન વિશ્વમાં કરેલા યોગદાનને રજૂ કરતી આ ફિલ્‍મ દર્શકોના હૃદયમાં ઝાંખી ગઈ છે. ફિલ્‍મના મુખ્‍ય પાત્રોમાં હર્ષવર્ધન કડેલ, અમિત વાઘેલા, મીત કોટેચા, કુલદીપસિંહ રાજપૂત, પરિન રાઠોડ, હેનિલ ગજ્જર, આદિત્‍ય શ્રીમાલી, મિતેશ જોશી છે. દિગ્‍દર્શક મિતેશજોશી, લેખક મીત કોટેચા અને મિતેશ જોશી, ડિરેક્‍ટર ઓફ ફોટોગ્રાફી (DOP) ધ્રુવ માલાની, એસિસ્‍ટન્‍ટ ડિરેક્‍ટર હર્ષ પાટીલ, ક્રિએટિવ ડિરેક્‍ટર મીત કોટેચા, આર્ટ ડિરેકશન મીત કોટેચા, મિતેશ જોશી અને પ્રથમ કક્કડ, એડિટિંગ પ્રથમ કક્કડ, બેકગ્રાઉન્‍ડ સ્‍કોર અનેં મિક્‍સ-માસ્‍ટરિંગ નિરજ કડવાતાર, મેકઅપ હિમાંશુ પાડલીયા, કોસ્‍ચ્‍યુમ ડિઝાઈન મીત કોટેચા અને મિતેશ જોશી, કલરિસ્‍ટ ધ્રુવ માલાની, પ્રોડક્‍શન ટીમ હેનિલ ગજ્જર, હર્ષ પાટીલ અને પ્રથમ કક્કડ છે. આ ફિલ્‍મ એ સાબિત કરે છે કે સાચી લાગણી અને સુંદર કહાનીથી ઓછા સમયગાળા વચ્‍ચે પણ ઊંડો અસરકારક સંદેશ આપી શકાય છે. મશાલ જેવી ફિલ્‍મો આજના યુવાનોને પ્રેરણા આપે છે અને ગુજરાતી ફિલ્‍મ ઉદ્યોગ માટે એક નવી દિશા સુજે છે.

(3:45 PM IST)