તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 29th July 2025
વોર્ડ નં. ૧૮ માં પ્રાથમીક સુવિધાનો અભાવ: રજૂઆત કેટલીવાર કરવી ? આપ

રાજકોટ:આમ આદમી પાર્ટીના શહેર અધ્યક્ષ દિનેશભાઇ જોષીની આગેવાની આજે ફરી એકવાર વોર્ડ નં. ૧૮ ની પ્રાથમિક સુવિધાના અભાવ અંગે મ્યુ. કમિશનરને આવેદન પાઠવી રજુઆત કરવામાં આવી હતી. આવેદન મુજબ વોર્ડ નં. ૧૮ ના લોકો વેરો ભરે છે પણ વિસ્તારમાં ઠેર-ઠેર ગંદકી, બિસ્માર રસ્તા, આંગણવાડી સહિતની સુવિધા નહીં હોવાનું જણાવાયું છે. ઉપરાંત અને કવારી આ સમસ્યાઓની લેખીત-મૌખીક રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઇ નિરાકરણ ન આવ્યાનું પણ આવેદનના અંતે જણાવવામાં આવ્યું છે. (તસ્વીર ઃ અશોક બગથરીયા)
(3:46 PM IST)










