<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th July 2025

મેયર બંગલામાં સ્માર્ટ વીજ મીટર લગાડાયું

રાજકોટ, શહેરમાં પી.જી.વી.સી.એલ. કચેરી દ્વારા ચાલી રહેલ આધુનિકરણની પહેલના ભાગરૃપે તમામ વીજ ગ્રાહકો માટે નેકસ્ટ જનરેશનના સ્માર્ટ મીટર ઇન્સ્ટોલ કરવામાં આવી રહ્યા છે. આ પહેલ ઉર્જા વિતરણ માળખાને સુગમતા, સુવ્યવસ્થા તરફ પરિવર્તિત કરવા અને તેની કાર્યક્ષમતા, પારદર્શિતા અને ટકાઉપણામાં સુધારો કરવાના વ્યાપક ધ્યેય સાથે સંરેખિત કરવા માટે જરૃરી છે. ઉર્જા વિતરણની પ્રણાલીની એકંદરે કામગીરીને વધારવા માટે આ નેકસ્ટ જનરેશન સ્માર્ટ મીટરની સ્થાપના એ એક મહત્વપૂર્ણ પગલું છે. જે અંતર્ગત આજ તા.૨૯ મંગળવારના રોજ રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના રેસકોર્ષ સ્થિત મેયરના બંગલા ખાતે પી.જી.વી.સી.એલ. કચેરી દ્વારા સ્માર્ટ વીજ મીટર લગાડવામાં આવ્યું. 

(3:53 PM IST)