News of Wednesday, 30th July 2025
મવડીના વિક્રાંત તળપદાનું ખામટા પાસે બાઇક સ્લીપ થઇ જતાં મોત
ફઇના ઘરે પ્રસંગ પુરો કરી રાજકોટ આવતી વખતે બનાવઃ પરિવારમાં ગમગીની

રાજકોટ તા. પડધરીના ખામટા નજીક બાઇક સ્લીપ થઇ જતાં ચાલક મવડીના યુવાનનું ગંભીર ઇજા થવાથી મૃત્યુ થયું છે. તે ફઇના ઘરે પ્રસંગમાં હાજરી આપી પરત રાજકોટ આવી રહ્યો હતો ત્યારે આ બનાવ બન્યો હતો.
જાણવા મળ્યા મુજબ મવડીમાં રહેતો વિક્રાંતભાઇ કિશોરભાઇ તળપદા (ઉ.વ.૨૮) ગઇકાલે પીઠડીયા ગામે રહેતાં ફઇના ઘરે પ્રસંગમાં હાજરી આપવા ગયા હતો. બાદમાં ત્યાંથી બાઇક હંકારી રાજકોટ આવવા નીકળ્યો ત્યારે પડધરીના ખામટા પાસે આશાપુરા હોટલ નજીક પહોંચ્યો ત્યારે બાઇક સ્લીપ થઇ જતાં ફંગોળાઇ જવાથી ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ તેનું મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
વિક્રાંતભાઇ બે ભાઇમાં મોટો અને અપરિણીત હતો. તે છુટક મજૂરી કરતો હતો. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, મહેશભાઇ જોગડા, પરેશભાઇ, ધર્મેશભાઇ, અને ધર્મેન્દ્રભાઇએ પડધરી પોલીસને જાણ કરી હતી. યુવાન દિકરાના મૃત્યુથી તળપદા પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી. (૧૪.૫)
(4:16 PM IST)










