તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 30th July 2025
કોઠારીયા રણુજા મંદિરમાં વૃધ્ધનું બેભાન થઇ ગયા બાદ મોત
વાલીવારસ હોય તો આજીડેમ પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૩૦: કોઠારીયા રણુજા મંદિર અંદર એક આશરે ૬૦ વર્ષના વૃધ્ધ ૨૭મીએ બપોરે એકાદ વાગ્યે એકાએક બેભાન થઇ જતાં ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. હાર્ટએટેકથી મૃત્યુ થયાની શક્યતા છે. તસ્વીરમાં દેખાતા મૃતકની ઓળખ થઇ શકી નથી. તેમના કોઇ વાલીવારસ હોય તો વઆજીડેમ પોલીસનો મો. ૭૪૩૩૮ ૧૪૮૦૮ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. પીએસઆઇ આર. એમ. સાખરા વધુ તપાસ ચલાવી રહ્યા છે. (૧૪.૫)
(11:00 AM IST)










