તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 30th July 2025
વધુ એક વખત લોકમેળામાં સ્ટોલ લેવા અંગે મૂદત વધારાઈ
૧૪૩ સ્ટોલ ખાલી રહેતા કલેકટર દ્વારા કાલ સૂધીની મૂદત

રાજકોટ, તા.૩૦: લોકમેળા સમિતિ દ્વારા રાજકોટ શહેરમાં રેસકોર્ષ મેદાન ખાતે તા.૧૪/૦૮/૨૫ થી તા.૧૮/૦૮/૨૫ દરમ્યાન યોજાનારા લોકમેળામાં બાકી રહી ગયેલા સ્ટોલ/પ્લોટ મેળવવા માટેની મુદતમાં બે દિવસનો વધારો કરાયેલ છે. જે મુજબ કેટેગરી -A (ખાણીપીણી મોટી) અને કેટેગરી-B૧ કોર્નર (ખાણીપીણી)ના સ્ટોલ/પ્લોટ માટેની હરરાજી તથા કેટેગરી-X (આઈસ્ક્રીમ) કેટેગરી-B (બી-રમકડા)ના સ્ટોલ/પ્લોટ માટેના ડ્રો માટે નવા ફોર્મ ભરવા ઈચ્છુક તથા અગાઉ ફોર્મ પરત કરવા રહી ગયેલ હોય, તેઓ આજ અને કાલ કચેરી સમય દરમ્યાન ફોર્મ મેળવી તથા ભરીને પરત આપી શકશે. (રર.ર)
(11:42 AM IST)










