તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 30th July 2025
આઇપીઓમાં રોકાણ સામે ઉંચા નફાની લાલચમાં ૫૧ લોકોને ૪ાા કરોડનો ચૂનો લગાવી શિવપરાનો રોહિત ‘છૂ'
રૈયા રોડ રામેશ્વર પાર્કમાં રહેતાં ટ્રેડીંગના વેપારી કલ્પેશભાઇ બુસાની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી શરૂઆતમાં રોકાણ ઉપર વળતર આપી જે તે રોકાણકારનો વિશ્વાસ જીતી લેતો, પછી વધુ રકમનું રોકાણ કરાવતોઃ રાજકોટ, અમદાવાદ, મુંબઇ, બોટાદ, કોટડાસાંગાણી, જુનાગઢ, ગોંડલ સહિતના લોકો છેતરાઇ ગયા

રાજકોટ તા. ૩૦: આઇપીઓમાં રોકાણ કરવાથી ઉંચો નફો મળશે તેવી લાલચ આપી ઠગાઇ કરવાનો વધુ એક બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. જેમાં રૈયા રોડ રામેશ્વર પાર્કમાં રહેતાં યુવાન તથા બીજા ૪૮ રોકાણકારોને કુવાડવા રોડ શિવપરામાં રહેતો શખ્સ ચૂનો લગાવી ગાયબ થઇ જતાં યુનિવર્સિટી પોલીસે ગુનો દાખલ કરી તેની શોધખોળ હાથ ધરી છે. જેમાં યુવાન, તેના પત્નિ અને દિકરીના લાખો રૂપિયા તથા બીજા ૪૮ લોકોના મળી કુલ રૂા. ૪,૪૬,૮૫,૦૨૮ની ઠગાઇ થઇ છે.
આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે રામેશ્વર પાર્ક-૧ પહેલી બંધ ગલી રામેશ્વર હોલ પાસે રહેતાં કલ્પેશભાઇ દિનેશભાઇ બુસા (ઉ.વ.૪૩)ની ફરિયાદ પરથી કુવાડવા રોડ જુના જકાતનાકા પાસે શિવપરામાં રહેતાં રોહિત રમેશભાઇ રોરીયા વિરૂધ્ધ આઇપીઓ ભરવાના બહાને રોકાણ કરવા લલચાવી કલ્પેશભાઇ સહિતની સાથે છેતરપીંડી કરવાનો ગુનો નોંધ્યો છે. છેતરાયેલાઓમાં રાજકોટ ઉપરાંત ઓડીસા, અમદાવાદ, મુંબઇ, જામનગર, ગોંડલ, બોટાદ, નારણકા, જુનાગઢના લોકોનો પણ સમાવેશ થાય છે.
કલ્પેશભાઇ બુસા પરિવાર સાથે રહે છે અને કિચનવેર એપ્લાયન્સીસનું ટ્રેડીંગ કરે છે. તેણે જણાવ્યું છે કે મારો પરિચય મારા મિત્ર કોૈશિક હર્ષદરાય સોનેજી મારફત શિવપરાના રોહિત રોરીયા સાથે થયો હતો. તેની સાથે ફોન પર વાત થઇ ત્યારે તેણે આઇપીઓ ભરવા અને રોકાણ કરવા તેમજ આ રોકાણ પર ઉંચુ વળતર મળશે તેમ વાત કરી વિશ્વાસ આપ્યો હતો. એ પછી ૬/૫/૨૪ના રોજ મેં તેની સાથે રૂબરૂ મુલાકાત કરી હતી. આ પછી મેં તેને ૪૮૫૦૦ નેટબેંકીંગની આપ્યા હતાં. એ પછી ફરી ૨૦૨૫૦ આપ્યા હતાં. આ રોકાણ સામે તેણે મને ૮૦૫૦૦ મુળ રકમ અને નફા સાથે પાછા આપ્યા હતાં. આથી મને તેના પર વિશ્વાસ બેસી ગયો હતો. ત્યારબાદ મેં કુલ ૧૫,૨૧,૨૫૦ તેને રોકાણ માટે આપ્યા હતાં. તેની સામે તેણે મને ૧૪,૫૨,૦૦૦ બેંક મારફત પરત આપ્યા હતાં. તે સિવાયના મુળ રકમ જમા કરેલ તેના ૧૨,૩૩,૨૫૦ હજુ સુધી આપયા નથી. તેમજ નફાની રકમ પણ આપી નથી.
મારા પત્નિ કવિતા બુસાના નામે પણ મેં ૧૨,૦૫,૦૦૦ જમા કરાવેલ તેમાંથી ૪,૭૨,૨૦૦ હજુ આપ્યા નથી. દરમિયાન આ વર્ષના ફેબ્રુઆરી માસથી રોહિત રોરીયા સંપર્કવિહોણો થઇ ગયો હતો. તેનો ફોન પણ રિસીવ થતો ન હોઇ મારા મિત્ર કોૈશિક સોનેજીને વાત કરતાં તેણે કહેલું કે રોહિત તમારા, મારા જેવા અનેક લોકોને આ રીતે આઇપીઓ ભરવાના નામે રોકાણ કરવા લલચાવી શરૂઆતમાં નફો આપી બાદમાં પૈસા પાછા આપ્યા વગર ગૂમ થઇ ગયો છે. રોહિત રોકાણ કરાવતી વખતે વ્હોટ્સએપથી મેસેજ કરતો અને તેમાં જ કોલ કરી વાત કરતો હતો. તપાસ કરતાં તે અનેક લોકોની રકમ લઇ નાશી ગયાની ખબર પડી હતી.
બીજા જે ૪૮ રોકાણકારોએ નાણા ગુમાવ્યા છે તેમાં રાજકોટના વિમલ રામાણ ીના ૧૪,૨૮,૫૭૫, ધ્વની વિમલ રવજીભાઇ રામાણીના ૨૪,૭૬,૭૫૦, યશ્વી વિમલ રામાણીના ૧૫,૬૦,૦૦૦, ચિરાગ મનહરલાલ છાટબારના ૫,૮૨,૫૦૦, ભાવીનીબેન ચંદ્રકાંતભાઇ સોનેજીના ૩,૪૮,૭૫૦, દર્શન કાળુભાઇ ચુડાસમાના ૫,૧૬,૦૦૦, ધવલ મનસુખલાલ મહેતાના ૪,૭૬,૦૦૦, મહેશ નાનાલાલ મહેતાના ૯૪૦૦૦, વિમેશ પ્રવિણચંદ્ર શાહના ૩,૬૯,૮૭૫, ધર્મિષ્ઠાબેન વિમેશ શાહના ૧,૦૪,૫૦૦, નવીનભાઇ જમનાદાસ વાગડીયાના ૯,૬૮,૦૦૦, કુમારભાઇ કિરનભાઇ બોસમીયાના ૧૩,૬૫,૦૦૦, દલસુખભાઇ પરબતભાઇ ગોંડલીયાના ૧૭,૨૬,૦૦૦, આકાશ ભરતભાઇ ચિત્રોડાના ૩૮૧૨૫, શ્વેતા વિવેક જેઠવાના ૬,૦૪,૫૦૦, નિતીન શિવકુમાર પાંડેના ૩,૫૩,૨૫૩ના રૂપિયા ગયા છે.
આ ઉપરાંત રાજવીબેન વિરેનભાઇ કાલાવડીયાના ૧,૪૭,૫૦૦, અંકિત દલસુખભાઇ ગોંડલીયાના ૭,૬૭,૯૯૯, રિન્કલ હર્ષદભાઇ મેરના ૧,૧૧,૮૭૫, જીજ્ઞેશ દિલીપભાઇ સોનેજીના ૬,૩૪,૯૦૦, ઓરીસ્સાના એમ.પ્રસાદના ૧,૨૮,૬૮૭, મહેશ કિશોરભાઇ જાદવના ૧૦,૧૬,૦૦૦, પરેશ રામજીભાઇ માવાણીના ૩,૧૬,૭૪૯, અમદાવાદના અલ્પેશ કૈલાસભાઇ આતકરીના ૪૭,૭૧,૫૩૫, અમદાવાદના શ્વેતાબેન રૂતુલભાઇ શાહના ૫૩,૪૪,૫૦૦, અમદાવાદના મુકેશ ગોવિંદભાઇ ભાલાળાના ૧૧,૦૨,૨૫૦, અમદાવાદના મનિષાબેન મુકેશભાઇ ભાલાળાના ૧૪,૦૧,૫૦૦, અમદાવાદના હેમાક્ષીબેન જીજ્ઞેશભાઇ શાહના ૨૬,૧૧૫૪૦, દેવ જીજ્ઞેશભાઇ શાહના ૧,૧૩,૨૯૦, જીનલ જીજ્ઞેશભાઇ શાહના ૪,૨૯,૦૭૫, મુકેશ જયંતિલાલ શાહના ૭,૫૮,૫૦૦, તરૂણભાઇ હસમુખભાઇ શાહના ૫૮૦૦૦, મિશીત તરૂણભાઇના ૧,૬૭,૫૦૦, મુંબઇના તનય અશ્વનીભાઇ શાહના ૫,૭૦,૮૦૦, મુંબઇના અશ્વિનભાઇ વિરચંદભાઇ શાહના ૩,૯૦,૦૦૦, અમદાવાદના દક્ષેશ અરવિંદભાઇ મણીયારના ૧,૪૫,૦૦૦, ચિંતન ઘનશ્યામભાઇ પટેલના ૭,૦૨,૭૫૦, ગોૈતમ લાલજીભાઇ કાસુન્દ્રાના ૩,૧૬,૭૫૦, જામનગરના પાયલબેન ધનવંતરાય વાલેરાના ૩૧,૧૬,૬૨૫, ગોંડલના હિમાંશુ રાજેન્દ્રભાઇ જાદવના ૯૭,૫૦૦, કોટડાસાંગા ણી નારણકાના દિપક કલાભાઇ વાવડીયાના ૧,૨૭,૩૭૫, બોટાદના હરકિશનભાઇ મધુકરભાઇ ગરાચના ૨૭,૮૦,૬૨૫, રાજકોટના રણજીતભાઇ શક્તિદાન ગઢવીના ૫,૦૫,૦૦૦, ગિરીશભાઇ નટવરલાલ કોટકના ૨,૨૪,૭૫૦, વીણાબેન ગિરીશભાઇના ૨,૨૩,૭૫૦ અને ભીમશીભાઇ નથુભાઇ ચંદ્રાવાડીયાના ૩,૭૮,૦૦૦ છેતરપીંડીથી મેળવી રોહિત ગાયબ થઇ ગયો છે.
આ રીતે રોહિત રોરીયા કુલ ૪,૪૬,૮૫,૦૨૮ની રોકડ આઇપઓમાં રોકાણના નામે ઉપરોક્ત લોકો પાસેથી એકઠી કરી ગાયબ થઇ ગયો છે. એએસઆઇ બી. આર. વસાણીએ ગુનો દાખલ કરતાં પીઆઇ એચ. એન. પટેલે તપાસ શરૂ કરી છે. (૧૪.૬)
(4:16 PM IST)










