તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 30th July 2025
લાખાજીરાજ રોડ પર વેપારી બંધુ પર પ્લાસ્ટીકના સ્ટેચ્યુના બે હાથ કાઢી તેનાથી હુમલો કરાયો!
દૂકાન સામેથી નડતરરૂપ સામાન, વાહનો હટાવવાનું કહેતાં બાજુની દૂકાનવાળા તૂટી પડયા : રોનક એનેક્સવાળા યશ દોશી અને તેના ભાઇ બ્રિજેશ દોશીને ઇજાઃ જસ્સી ક્રિએશનવાળા નવલ, જય, સાગર વિરૂધ્ધ એ-ડિવીઝન પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૩૦: લાખાજીરાજ રોડ પર લેડીઝ કપડાની દૂકાન ચલાવતાં વેપારીએ બાજુની દૂકાનવાળાને તેનો સામાન અને વાહનો નડતરરૂપ થતાં હોઇ તે દૂર ખસેડવાનું કહેતાં ત્રણ શખ્સોએ મળી વેપારી ભાઇઓને ગાળો દઇ ઢીકાપાટુનો માર મારી તેમજ બહાર પ્લાસ્ટીકનું સ્ટેચ્યુ હોઇ તેમાંથી બે શખ્સે એક એક હાથ કાઢી તેના વડે વેપારી યુવાનને ફટકારી અમારો સામાન તો અહિ જ રહેશે કહી ધમકી આપતાં ફરિયાદ થઇ છે. આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે પેલેસ રોડ વર્ધમાનનગર વર્ધમાન એપાર્ટમેનટ સી-૧૯ પહેલા માળે રહેતાં અને લાખાજીરાજ રોડ પર પ્રણામી મંદિર પાસે રોનક એનેક્ક્ષ નામે લેડીઝ કપડાની દૂકાન ચલાવતાં યશ અજયભાઇ દોશી (ઉ.વ.૨૮)ની ફરિયાદ પરથી નવલ પરમાર, જય અને સાગર વિરૂધ્ધ ગુનો નોંધ્યો છ.ે
યશ દોશીએ ફરિયાદમાં જણાવ્યું છે કે અમારી દુકાને હું તથા મારા મોટા ભાઇ બ્રિજશેભાઇ, તેના પત્નિ નેહાબેન, મારા માતા બીનાબેન એમ બધા બેસીએ છીએ અને વેપાર કરીએ છીએ. ૧૫મીએ સાંજે આઠેક વાગ્યે અમે દુકાને હતાં ત્યારે બાજુની જસ્સી ક્રિએશન નામની દૂકાનવાળા તેમનો સામાન અને તેમના વાહનો અમારી દૂકાન સામે રાખતા હોઇ મારા ભાઇએ તેનોઅને તમારો સામન અમારી દૂકાન આગળથી લઇ લેજો નડતરરૂપ થાય છે તેમ કહેતાં નવલ પરમાર, અજય અને સગારે ઉશ્કેરાઇ જઇ મારા ભાઇ સાથે ઝઘડો કરી ગાળો દીધી હતી. દેકારો સાંભળી હું બહાર ગયો હતો અને તેને ઝઘડો નહિ કરવા સમજાવતાં આ લોકોએ મને પણ ગાળો દીધી હતી.
આ પછી સાગર અને જયએ મને ઢીકાપાટુ માર્યા હતાં. મારો ભાઇ વચ્ચે પડતાં તેને રોડ પર રાખેલા પ્લાસ્ટીકના ડમી સ્ટેચ્યુમાંથી સાગર અને જયએ એક એક હાથ કાઢી એ પ્લાસ્ટીકના હાથથી મારા ભાઇને ફટકા માર્યા હતાં. દેકારો થતાં માણસો ભેગા થઇ જતાં આ ત્રણેયએ અમારો સામાન તો અહિ જ રહેશે, હવે ઝઘડો કરશો તો મારી નાંખશું તેમ કહી ધમકી આપતાં અમે પોલીસ બોલાવી હતી. પણ અમને મારી નાંખવાની ધમકી આપી એટ્રોસીટી કરવાની પણ ધમકી દીધી હોઇ જેથી અમને ડર લાગતાં અમે ફરિયાદ કરવાની ના પાડતાં પોલીસની ગાડી જતી રહી હતી. વધુ માથાકુટ થશે તેવું લાગતાં હવે પોલીસ ફરિયાદ કરી હતી. તેમ વધુમાં જય દોશીએ જણાવતાં પીઆઇ બી. વી. બોરીસાગરની રાહબરીમા એએઅસાઇ આર. જી. ચોૈહાણે ગુનો નોંધતા હેડકોન્સ. સંજયભાઇએ વધુ તપાસ હાથ ધરી છે.
(2:13 PM IST)










